GUJARATLUNAWADAMAHISAGAR

મધવાસ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે રાષ્ટ્રીય હડકવા નિયંત્રણ કાર્યક્રમ અંતર્ગત શાળા ના બાળકો ને હડકવા વિરોધી રસી અંગે માર્ગદર્શન આપ્યું

આસીફ શેખ લુણાવાડા

Lunavada.મધવાસ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે રાષ્ટ્રીય હડકવા નિયંત્રણ કાર્યક્રમ અંતર્ગત શાળા ના બાળકો ને હડકવા વિરોધી રસી અંગે માર્ગદર્શન આપ્યું

આજરોજ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર મધવાસ ખાતે નેશનલ રેબીસ કંટ્રોલ કાર્યક્રમ અંતર્ગત જનજાગૃતિ ફેલાય તે હેતુથી શાળાના બાળકોને કૂતરું કરડે ત્યારબાદ શું કરવું અને શું ન કરવું તે અંગે માહિતી આપી હતી તેમજ હડકવા વિરોધી રસી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે વિના મૂલ્ય ઉપલબ્ધ છે તેમજ એઆરવી કોર્નર એટલે કે કૂતરું કરડયા બાદ જે તે વ્યક્તિના જે ભાગ પર કૂતરું કરડ્યું હોય ત્યાં ઓછામાં ઓછું 15 મિનિટ સુધી સ્વચ્છ પાણીથી તે ભાગ સાફ કરવાનો હોય છે તે અંગે માર્ગદર્શન આપેલું હતું તેમ જ કોઈપણ પાલતુ પ્રાણી કે અન્ય કોઈ પ્રાણી કરડે તો તરત જ વિના વિલંબે હડકવા વિરોધી રસી અને ધનુર વિરોધી રસી અવશ્ય મુકાવવા માટે અને હડકવા વિરોધી રસી ના તમામ ડોઝ સમયસર પૂર્ણ કરવા અંગે બાળકોને માહિતગાર કર્યા હતા

[wptube id="1252022"]
Back to top button