
તા.૧૩.જાન્યુઆરી
વાત્સલ્યમ સમાચાર
કાદીર દાઢી.હાલોલ
હાલોલ ની કલરવ શાળામાં દરેક તહેવારની ઉજવણી કરાય છે.ત્યારે તા- ૧૩/૧/૨૩ ને શુક્રવારે સૌનો પ્રિય એવા ઉતરાયણના તહેવારની ઉજવણી કે.જી ના ભૂલકાઓ માટે કરવામાં આવી હતી.શાળાના વહીવટ કર્તા હાર્દિકભાઈ અને શાળાના પ્રિન્સિપાલ મેડમ ડૉ. કલ્પના જોશી પુરાના માર્ગદર્શન હેઠળ કરવામાં આવી હતી.કે .જી ના શિક્ષકો દ્વારા તહેવારને અનુરૂપ સુંદર રંગબેરંગી પતંગો દ્વારા ડેકોરેશન કરવામાં આવ્યું હતું.કે .જી વિભાગના અં.મા અને ગુ.મા ના ભૂલકાંઓ ગીતોના તાલે નાચી ઊઠ્યા. ” એ કાપ્યો છે.” ના નાદ સાથે કલરવ નુ પટાંગણ ઝુમી ઉઠ્યુ હતું.શાળાના પ્રિન્સિપાલ દ્વારા ઉતરાયણમાં ખવાતા પદાર્થોનું મહત્વ સમજાવવામાં આવ્યું હતું. તો સાથે સાથે ભૂલકાં ઓને પતંગો, ચીકી, ફીરકી,ચશ્મા, ફેસ માસ્ક વિગેરે નું વિતરણ કરવામાં આવ્યું હતું.અને ખૂબ આનંદપૂર્વક આ તહેવારની ઉજવણી કરવામાં આવી હતી.આ પ્રસંગે શાળાના તમામ વિદ્યાર્થીઓને પ્રાર્થનામાં મકરસંક્રાંતિનું મહત્વ તલ- ગોળ- શેરડી અને પતંગ વિશે વૈજ્ઞાનિક સમજ સાથે સૂર્ય પૂજન નો મહિમા પણ સમજાવવામાં આવ્યો હતો.