
તા.૧૩.જાન્યુઆરી
વાત્સલ્યમ સમાચાર
કાદિર દાઢી.હાલોલ
હાલોલ ગોધરા બાયપાસ રોડ પર આવેલ સ્વામિનારાયણ નિષ્ઠા વિદ્યામંદિર ખાતે ઉતરાયણ પર્વની હર્ષ ઉલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી હતી.આ પ્રસંગે શાળાના વિદ્યાર્થીઓએ આનંદ અને ઉત્સાહાના વાતાવરણમાં ઉતરાયણ પર્વની ઉજવણી કરી હતી જેમાં વિદ્યાર્થીઓએ શાળા પરિસર ખાતે પતંગો પણ ચગાવી હતી જ્યારે આ પ્રસંગે સ્વામિનારાયણ નિષ્ઠા વિદ્યામંદિરના સંત શ્રી કેશવ સ્વરૂપ દાસ મહારાજ તેમજ શ્રી સંતપ્રસાદ સ્વામી મહારાજની ઉપસ્થિતિમાં ઉત્તરાયણ પર્વની ઉજવણી કરાઈ હતી જ્યારે વિદ્યાર્થીઓને શાળા ખાતે ચીકી મમરાના લાડુ જેવી વિવિધ વાનગીઓનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું.
[wptube id="1252022"]