KALOL(Panchamahal)PANCHMAHAL
કાલોલ તાલુકાની મલાવ પ્રાથમિક શાળામાં પુલવામા એટેકના શહીદોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી.

તારીખ ૧૪ ફેબ્રુઆરી
વાત્સલ્યમ્ સમાચાર
સાજીદ વાઘેલા કાલોલ
૧૪મી ફેબ્રુઆરી ૨૦૧૯ના રોજ જમ્મુ – કાશ્મીરના પુલવામા સેક્ટરમાં એક આતંકવાદી દ્વારા વિસ્ફોટકો ભરેલી કારથી ભારતીય સેનાની બસને ટક્કર મારવામાં આવી. જેમાં ભારતીય સેનાના ૪૦ જવાનો શહીદ થયાં હતાં. જેની સ્મૃતિ સ્વરૂપે અમારી શાળામાં શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી. જેમાં શાળાના શિક્ષક નિષાદભાઈ અને કેશવભાઈ દ્વારા પ્રસંગોચિત ઉદ્બોધન કરવામાં આવ્યું હતું. ઉપરાંત મલાવ પ્રાથમિક શાળા દ્વારા આયોજીત શ્રદ્ધાંજલિ કાર્યક્રમમાં બી.આર. સી. કો. ઓર્ડીનેટર દ્વારા પણ મુલાકાત લેવામાં આવી હતી.

[wptube id="1252022"]









