KALOL(Panchamahal)PANCHMAHAL

રાજ્ય સરકારના વિવિધ વિભાગોમાં ૪૦૦ કરતાં વધુ નિવૃત્ત કામદારોને સર્વોચ્ચ અદાલત દ્વારા વિવિધ લાભો ચૂકવી આપવા આદેશ

તારીખ ૪ જાન્યુઆરી

વાત્સલ્યમ્ સમાચાર

સાજીદ વાઘેલા કાલોલ

ગુજરાત સરકારના જુદા જુદા વિભાગો જેવા કે રોડ એન્ડ બિલ્ડિંગ પંચાયત અને સ્ટેટ ફોરેસ્ટ ઇરીગેશન( સિંચાઈ ) ડિપાર્ટમેન્ટ નર્મદા નિગમ જેવા તમામ વિભાગોમાં વર્ષોથી ખાતાકીય કામોમાં રોજમદારો તરીકે ફરજ હતા બજાવતા જેઓને સરકાર ના જાહેર કરેલ તારીખ ૧૭/૧૦/૮૮ ના પરિપત્ર મુજબ આધારિત મળવા પાત્ર લાભો ચૂકવી આપવામાં આવતા હતા પરિપત્રમાં જણાવ્યા મુજબ ૬૦ વર્ષની ઉંમર પૂર્ણ થતા તેઓને નિવૃત કરવામાં આવ્યા હતા નિવૃત્તિ સમય સરકારના નિયત કરેલ નિયમો અનુસાર રોજમદાર ની સળંગ નોકરી ગણી મળવા પાત્ર ૩૦૦ રજાઓ તથા ગ્રેજ્યુટી ની પૂરેપૂરી રકમ પરિપત્ર આધારિત ચૂકવવાની જોગવાઈ હોવા છતાં નિવૃત્તિ કામદારોને લાંબા સમય સુધી આવા કોઈ લાભો આપવામાં આવેલા ન હતા જે બાબતે જુદા જુદા જિલ્લા અને તાલુકાના સામૂહિક કામદારોએ તેમને મળવા પાત્ર લાભો મેળવવા ગુજરાત સ્ટેટ લેબર ફેડરેશન પ્રમુખ એ એસ ભોઇ નો સંપર્ક કરેલ જે બાબતે ફેડરેશન દ્વારા નામદાર ગુજરાત હાઈકોર્ટ મા જિલ્લા અને તાલુકા વાઇસ સ્પેશિયલ સિવિલ એપ્લિકેશન અરજીઓ દાખલ કરેલી જે ચાલી જતા નામદાર ગુજરાત હાઇકોર્ટે તમામ નિવૃત કામદારોને સરકારશ્રીના જાહેર કરેલ પરિપત્ર મુજબ કામદારોની સળંગ નોકરી ગણી તેમને મળવા પાત્ર ૩૦૦ રજાઓ તથા પૂરેપૂરી ગ્રેજ્યુટી ચુકવવાનો આદેશ કરે તે આદેશ સામે સરકાર શ્રી દ્વારા નામદાર સુપ્રીમ કોર્ટ દિલ્હી સમક્ષ એસ એલ પી દાખલ કરે જે એસએલપીમાં તાત્કાલિક અસર થી મનાઈ હુકમ આપવામાં આવેલ ત્યારબાદ મૂળ અરજી ચાલી જતા નામદાર સુપ્રીમ કોર્ટ દ્વારા તમામ કામદારોને ગુજરાત હાઇકોર્ટ દ્વારા થયેલ હુકમ મુજબ ના તમામ લાભો આપવા નો આખરી આદેશ કરેલ છે જે આદેશથી નિવૃત્ત કર્મચારીઓને લાંબા સમય બાદ રોજમદાર તરીકેની સળંગ નોકરી ઞણી બાકી નીકળતી ગ્રેજ્યુટી અને ૩૦૦ રજાઓ નો પગાર ચૂકવવા આદેશ કરવામાં આવતા નામદાર અદાલતો નો હુકમ ધ્યાને લઈ ગુજરાત સરકાર દ્વારા તાત્કાલિક અસરથી તારીખ ૭/૧૦/૨૨ ના રોજ પરિપત્ર જાહેર કરી જણાવેલ કે જે નિવૃત કામદારોનીની ૭૦ વર્ષની ઉંમર પૂર્ણ થઈ હોય તેવા નિવૃત્ત કામદારોને તારીખ ૧/૧૦/૨૨ પહેલા લાભો ચૂકવી આપવા તથા ત્યારબાદ ૭૦વર્ષ કરતા ઓછી ઉંમર ધરાવતા નિવૃત્ત કામદારોને તારીખ ૩૧/૧૨/૨૨ સુધીમાં ચુકવણું કરવું તે પરિપત્ર આધારિત તમામ જુદી જુદી કચોરીઓ દ્વારા હુકમ તથા પરિપત્ર નું પાલન કરી હક હીસ્સા નાણા નું ચુકવણું શરૂ કરવામાં આવતા કામદાર આલમમાં અને તેમના પરિવારોમાં આનંદની લાગણી પ્રવૃત્તિ છે.

[wptube id="1252022"]
Back to top button