KALOL(Panchamahal)PANCHMAHAL
કાલોલના આરોપી એ સબ જેલમા કાચ ઉપર માથુ પછાડી આક્ષેપો કરી સરકારી મિલકતને નુકશાન કર્યુ

તારીખ ૧૭ ફેબ્રુઆરી
વાત્સલ્યમ્ સમાચાર
સાજીદ વાઘેલા કાલોલ
કાલોલ મહાલક્ષ્મી મંદિર સામે આવેલ ઘર માં રાત્રિના સુમારે ઘુસી જઈ છરો બતાવી લુટ કરનાર એવા મોઈન ઉર્ફે જફર ઉમર કાઝી (જરોદિયા) રે.કાલોલ હાલ ગોધરા ખાતેની સબ જેલમા કાચા કામના કેદી તરીકે રાખવામા આવેલ છે ગત તા ૧૬/૦૨ ના બપોરના ૨:૩૦ થી ૩ કલાક દરમ્યાન અંદરોઅંદર ઝગડો કરી જોર જોરથી બુમ બરાડા પાડી જેલર ની ઑફિસમાં દોડી આવી ને પોતાનુ માથુ કાચના દરવાજામાં પછાડી દઈ કાચ તોડી નાખી પોતાના કપાળ અને ચહેરા ના ભાગે ઈજાઓ પહોંચાડી લોહી લુહાણ થઈ જોર જોરથી જણાવેલ કે જેલના સ્ટાફે મને મારેલ હોવાનાં ખોટા આક્ષેપ કરીશ એમ કરીને સરકારી મિલકત ને નુકશાન કર્યુ હોવાની જાણવા જોગ નોધ ગોધરા સબ જેલના ઈનચાર્જ અધીક્ષક બી. કે જાખલ દ્વારા ગોધરા એ ડિવિઝન પોલીસ મથકે નોંધાવતા પોલીસે જાણવા જોગ નોધ કરી વધુ તપાસ હાથ ધરી છે.

[wptube id="1252022"]









