વેજલપુર પોલીસે પકડેલા શંકાસ્પદ ચોખા નાં જથ્થા મા ભીનુ સંકેલવાના પ્રયાસો ની શંકા!

તારીખ ૪ જાન્યુઆરી
વાત્સલ્યમ્ સમાચાર
સાજીદ વાઘેલા કાલોલ
કાલોલ તાલુકાના વેજલપુર ખાતે સોમવારે રાત્રે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા નજીક થી શંકાસ્પદ ચોખા ભરેલ આઇશર ટેમ્પો ચાલક ની પુછપરછ કરતા ટેમ્પો ચાલક કોઇ આધાર પુરાવા રજૂ નહિ કરી શકતા પોલીસે કાલોલ પુરવઠા વિભાગ ને જાણ કરી હતી પુરવઠા વિભાગ અને કાલોલ મામલતદાર ની ટીમ ધટના સ્થળે પહોંચી ચોખા ના નમુના મેળવી સરકારી જથ્થો છે કે કેમ તે બાબતે તપાસ શરૂ કરી છે ત્યારે એકાએક વેજલપુર નાં વેપારી દ્રારા સાવલી તાલુકાના વાંકાનેર ગામે થી ચોખા ની ખરીદી કરી અને ચકલાસી ગામે વેચાણ કરવાના બીલો રજુ કરેલા ત્યારે પ્રશ્ન એ થાય છે કે સાવલી તાલુકાના વાંકાનેર ગામે થી ખરીદી કરી અને ચકલાસી ગામે વેચાણ કરવાના બીલો ટેમ્પો ચાલક પાસે કેમ નહોતા? વાંકાનેર થી કોણે, ક્યારે ખરીદી કરી? વાંકાનેર થી વેજલપુર ખાતે ચોખા નો જથ્થો ક્યારે , કોણ લાવ્યા? જો નથી લાવ્યા તો વાંકાનેર થી ચકલાસી જવાના રસ્તે વેજલપુર કયાંથી આવ્યું? વેજલપુર પોલીસ સ્ટેશન નાં સીસીટીવી કેમેરા અને વાંકાનેર વેપારીના સીસીટીવી કેમેરા ચેક કરવામા આવે તો સમગ્ર બાબત નો ભાંડો ફૂટી જાય તેમ છે.અગાઉ પણ વેજલપુર ખાતે થી શંકાસ્પદ અનાજ નાં જથ્થા ને મામલે ઘી ના ઠામ માં ઘીઢળી ગયુ હતુ સમગ્ર બાબતે વેપારીએ રજુ કરેલા બીલો નુ ક્રોસ ચેકીંગ કેમ કરવામા આવતુ નથી રજુ કરેલા બીલો ને આધારે વેપારીને ક્લીનચીટ આપવાનું કામ કોણ કરી રહ્યું છે ? ખાતરની થેલીઓ માં ચોખા નો જથ્થો કેમ ભરેલો? તમામ પ્રશ્નો નાં જવાબ વહીવટી તંત્ર પાસે માંગવામાં આવી રહ્યા છે ત્યારે જીલ્લા પુરવઠા વિભાગે પણ આ બાબતે નકકર કાર્યવાહી કરવાની જરૂર છે.










