KALOL(Panchamahal)PANCHMAHAL

કાલોલ શહેર સ્થિત એમજીએસ હાઈસ્કૂલ ખાતે સ્પોર્ટસ ડે ની ઉજવણી કરવામા આવી.

તારીખ ૧૨ જાન્યુઆરી

વાત્સલ્યમ્ સમાચાર

સાજીદ વાઘેલા કાલોલ 

કાલોલ કેળવણી પ્રચારક મંડળ દ્વારા સંચાલિત ધી એમ જી એસ હાઇસ્કુલ ખાતે ગુરૂવારે સ્પોર્ટસ ડે ની ઉજવણી કાલોલ નગરપાલીકા ના ચીફ ઓફિસર હિરલબેન ઠાકર ની અધ્યક્ષતા હેઠળ યોજાઈ જેમાં મંડળના પ્રમુખ પ્રકાશભાઈ ગાંધી, ઉપ પ્રમુખ યોગેશભાઈ મહેતા, મંત્રી વિમલભાઈ ગાંધી અને પ્રફુલભાઈ શાહ તેમજ ટ્રેઝરર મનોજભાઈ પરીખ તથા ટ્રસ્ટીઓ ગોપાલભાઈ ઉપાઘ્યાય, વિરેન્દ્ર મહેતા હાજર રહ્યા હતા દીપ પ્રગટાવી મુખ્ય મહેમાન હિરલબેન દ્રારા સ્પોર્ટસ ડે ની મશાલ પ્રગટાવી પરેડ અને રમતોત્સવ ને ખુલ્લો મૂક્યો હતો પ્રાથમિક માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક વિભાગ નાં વિદ્યાર્થિઓ કોથળા કૂદ, લીંબુ ચમચી દોડ, વોલીબોલ, લંગડી દોડ, લાંબી કૂદ, ગોળાફેક, દોરડા ખેંચ, કબડ્ડી, સંગીત ખુરશી, દેડકા દોડ, ત્રીપગી દોડ, બેકવર્ડ દોડ જેવી રમતો નો આનંદ લીધો હતો. મુખ્ય મહેમાન કાલોલ પાલીકા ચીફ ઓફિસર દ્વારા બાળકોને સ્પોર્ટસ નું મહત્વ સમજાવ્યું ઉપરાંત મોબાઈલ નો ઉપયોગ ઓછો કરવા નું સૂચન કરી વાંચન ઊપર ધ્યાન આપવા જણાવ્યુ . રમતોત્સવ નું સંચાલન વ્યાયામ શીક્ષક,કે એ પુવાર, અને વોલીબોલ કોચ સોહેલભાઈ, આર્ચરી કોચ બાબુભાઇ અને પ્રાથમિક વિભાગ નાં યુ ડી સોલંકી દ્વારા કરવામાં આવ્યું હતું.

[wptube id="1252022"]
Back to top button