KALOL(Panchamahal)PANCHMAHAL
પીકેએસ હાઈસ્કૂલ ખાતે ઈનામ વિતરણ અને નિવૃત્ત શિક્ષકોનો સન્માન સમારોહ યોજાયો.

તારીખ ૧૩ જાન્યુઆરી
વાત્સલ્યમ્ સમાચાર
સાજીદ વાઘેલા કાલોલ
કાલોલ તાલુકાની ડેરોલ સ્ટેશન વિકાસ મંડળ દ્વારા સંચાલિત ધી પાનાચંદ ખેમચંદ સાર્વજનિક હાઈસ્કૂલ ખાતે ગુરૂવારે વાર્ષિક ઈનામ વિતરણ સમારોહ અને નિવૃત્ત થયેલ મદદનીશ શિક્ષકો જી પી વણકર, કે કે પરમાર,કે જી પટેલ, સુપરવાઈઝર આર.પી. પટેલ નો સન્માન સમારોહ યોજાયો જેમા અઘ્યક્ષ સ્થાને ડો અંજલી ચાવડા તેમજ મંડળના પ્રમુખ જીનદાશ ગાંધી, મંત્રી, સભ્યો ની ઉપસ્થિતિ માં યોજાયો નિવૃત્ત થયેલ શિક્ષકો ની સેવાઓને બિરદાવી તેઓનાં શેષ જીવન આંનંદમય અને નિરોગી નીવડે તેવી પ્રાર્થના કરી તેઓનું સનમાન કરાયું તેમજ તેજસ્વી વિદ્યાર્થીઓને પ્રોત્સાહન રૂપે ઈનામ વિતરણ કરાયું.
[wptube id="1252022"]