HALOLPANCHMAHAL

હાલોલ:ચાઇનીઝ દોરીનૂૃ વેચાણ કરનારા ઈસમ સામે પોલીસ કાર્યવાહી

તા.૧૨.જાન્યુઆરી

વાત્સલ્યમ સમાચાર

કાદીર દાઢી.હાલોલ

હાલોલ ટાઉન પોલીસે હાલોલ જી.આઇ.ડી.સી વિસ્તારમાંથી પાસ પરમિટ વગર ગેરકાયદેસર ચાઈનીઝ દોરાની વેચાણ કરતા પંચમહાલ જિલ્લા મેજિસ્ટ્રેટ ના જાહેરનામાનો ભંગ કરવા બદલ એક આરોપી ને રૂપિયા ૭૬૦૦/- ના મુદ્દામાં સાથે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.મકરસંક્રાંતિ પર્વ ને લઈ પતંગ રસિકો અવકાશી યુદ્ધનો આનંદ માને છે.પરંતુ લોકો દ્વારા પતંગ ચગાવવા નાયલોન અથવા સિન્થેટિક દોરા તેમજ કાચ,મેટલ તેમજ અન્ય ધારદાર પદાર્થો વાપરી દોરા નો ઉપયોગ કરતા હોવાને લઈ તે દોરાથી મુંગા પક્ષીઓ તેમજ રાહદારીઓ તેનો ભોગ બનતા હોય છે. જેને જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા આવા દોરાનો ઉપયોગ ન કરવો તેમજ આવા દોરા ન વેચવા પ્રતિબંધ મૂકવામાં આવ્યો હોવા છતાં ઘણા લોકો ગેરકાયદેસર રીતે તેવા દોરાનું વેચાણ કરતા હોય છે. જેને લઈ તેવા લોકો સામે પોલીસ લાલ આંખ કરી સઘન ચેકિંગ હાથ ધરવામાં આવે છે. દરમિયાન હાલોલ ના ગણેશ નગર જીઆઇડીસી વિસ્તાર માં રહેતા ઘનશ્યામભાઈ સંજયભાઈ પરમારના ઓ ગેરકાયદેસર રીતે પ્રતિબંધિત હોવા છતાં ચાઈનીઝ દોરાનો વેચાણ કરતો હોવાનું પોલીસને માલુમ પડતા પોલીસે બાતમી વાળી જગ્યાએ છાપો મારતા ઘનશ્યામભાઈ પરમાર પાસેથી રૂ.૭૬૦૦/- ચાઈનીઝ દોરા ની રીલ નંગ ૨૦ મળી આવતા તેઓની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.ચાઈનીઝ દોરા સાથે પોલીસના હાથે એક વેપારી ઝડપાઇ ગયાની વાત ફેલાતા આવા દોરાનું વેચાણ કરતા વેપારીઓમાં ફાફડાટ વ્યાપી જવા પામ્યો છે.

[wptube id="1252022"]
Back to top button