કાલોલ તાલુકાના અડાડરા ગ્રામ પંચાયત પાસે ગંદકી ની સમસ્યાથી લોકો ત્રાહિમામ

તારીખ ૪ જાન્યુઆરી
વાત્સલ્યમ્ સમાચાર
સાજીદ વાઘેલા કાલોલ
કાલોલ તાલુકાના અડાદરા ગામનો વિકાસ રુધાઈ ગયો છે ગામના મુખ્ય રસ્તા ઑ ઉપર જાહેર શૌચાલય થી લઈને પાણી સહિતની સમસ્યાને લઈ ગામ વલખા મારી રહયુ છે અઙાદરા ગ્રામ પંચાયત પાસે નો મુખ્ય માર્ગ પરૂણા,ફણસી તેમજ રાયણ જવાના રસ્તા ઊપર ભયકર ગંદકી સર્જાઈ રહેલ છે પંચાયત પાસે આવેલ પચાલ ફળિયાના રહીશો મુખ્ય રસ્તા ઉપર ગંદકી અને કાદવ કિચડથી પરેશાન થઇ ગયા છે વાર વાર સ્થાનિકો દ્વારા રજૂઆતો કરવા છતાં ગ્રામ પંચાયત દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં નહીં આવતા આ ગંદકી માથાના દુખાવા સમાન બની ગયેલ છે પંચાયત પાસે આવેલ મુખ્ય માર્ગ તેમજ પંચાલ ફરિયાના રહીશો અનેક સમસ્યાઓ સામે જજુમી રહયા છે સ્વચ્છ ભારતનું સપનું અહીયા રહીશો માટે દિવા સમાન બની ગયેલ છે અઠવાડિયામાં પીવાનું પાણી એક દિવસ મળે છે તેમજ વાલમિક વાસ મા પીવાનું પાણી મળી શકતું નથી ત્યાંના રહીશો દ્વારા અનેક વખત રજૂઆતો કરવા છતાં સ્થાનિક વાલમિક વાસના રહીશો ની રજુઆતો નો કોઈ કાર્ય વાહી કરવામાં આવતી નથી હાલમાં ગ્રામ પંચાયત પાસે ગંદકી ફેલાયેલી છે કાદવ કિચડ થઈ રહેલ જોવા મળે છે ત્યારે પંચાયત રોગચાળાને આમંત્રણ આપી રહ્યું હોય તેવું લાગી રહ્યું છે.