હાલોલ નગરના કંજરી રોડ ઉપર આવેલી અર્પણ સોસાયટી ખાતે મારુતિ યજ્ઞ નું ભવ્ય આયોજન કરાયું

તા.૮.જાન્યુઆરી
વાત્સલ્યમ સમાચાર
કાદીર દાઢી.હાલોલ
હાલોલ નગરના કંજરી રોડ ઉપર આવેલી અર્પણ સોસાયટી ના યુવક મંડળ દ્વારા આજે સંગીતમય મારુતિ યજ્ઞ નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું, શાસ્ત્રોક્ત વિધિ અનુસાર લોકકલ્યાણાર્થે કરવામાં આવેલ આ યજ્ઞ માં ૨૭ જોડાઓ યજમાન બન્યા હતા.હાલોલ શહેરમાં શ્રી રામચરિત માનસ કથા ચાલી રહી છે એ પૂર્ણ થતાં જ શિવ કથાનું ભવ્ય આયોજન કરવામાં આવી રહ્યું છે. શહેરમા વિવિધ ધાર્મિક કાર્યક્રમો ઉજવવમાં આવી રહ્યા છે, તેવામાં આજે હાલોલના કંજરી રોડ પર આવેલ અર્પણ સોસાયટી ના યુવકોએ લોકકલ્યાણાર્થે સંગીતમય મારુતિ યજ્ઞ કરવામાં આવ્યો હતો. ભૂદેવો એ શાસ્ત્રોક્ત વિધિ મુજબ ભગવાન હનુમાનજી નું આહવાન કરવામાં આવ્યું હતું.અને વહેલી સવારે વાજતે ગાજતે ઢોલ નગારા સાથે ભગવાન હનુમાનજીની શોભાયાત્રા કાઢવામાં આવી હતી.જેમાં મોટી સંખ્યામાં સ્થાનિકો પણ જોડાયા હતા અને ધન્ય બન્યા હતા.