મકરસંક્રાંતિ ના તહેવારોમાં ચાઈનીઝ દોરીથી અનિચ્છનીય દુર્ઘટનાઓ અટકાવવા એક્શન માં આવેલ એલ.સી.બી પોલીસ.

તારીખ ૭ જાન્યુઆરી
વાત્સલ્યમ્ સમાચાર
સાજીદ વાઘેલા કાલોલ
મકરસંક્રાંતિ ના તહેવારના ગણતરીના દિવસો બાકી રહ્યા છે.વેપારીયો રંગબેરંગી દોરામાંજવાથી લઈ રંગબેરંગી પતંગ-દોરાથી નું વેચાણ કરતા બજાર રંગીલું બન્યું છે. જ્યારે મકરસંક્રાંતિના તહેવારોને ધ્યાનમાં લઇ પતંગ ઉડાવ માટે ઉપયોગમાં લેવામાં આવતા ચાઈનીઝ દોરાને કારણે જાહેર માર્ગો પરથી અવર-જવર કરતા રાહદારીઓ તથા તાર,વૃક્ષો કે હવામાં ઉડાન કરતા પક્ષીઓ જીવલેણ ઈજાઓનો ભોગ ન બને તે માટે પંચમહાલ જિલ્લા રેન્જ નાયબ મહાનિરીક્ષક ચિરાગ કોરડીયા ના એ પોલીસ અધિક્ષક હિમાંશુ સોલંકીને સુચના અને માર્ગદર્શન આપતા ચાઈનીઝ દોરી અને તુક્કલ પર પ્રતિબંધ હોવા છતાં વેચાણ ન થાય તે માટે સૂચન કરતાં પોલીસ અધિક્ષક દ્વારા કરવામાં આવેલા સૂચન અનુસાર ગોધરા એલ.સી.બી પોલીસ એક્સલમાં આવી હતી. ગોધરા એલ.સી.બી પો.સ.ઈ એન. એલ.દેસાઈ.એ તેમની ટીમ તૈયાર કરી સૂચનાં અન્વયે ગોધરા એલ.સી.બી પો.સ.ઈ એસ. આર. શર્મા તેમજ એલ.સી.બી પોલીસ સ્ટાફનાં માણસો સાથે પેટ્રોલિંગમાં નીકળ્યા હતા. તે સમય દરમિયાન પોલીસને મળેલી ચોક્કસ બાકીના આધારે ગોધરા શહેર મોદીની વાડી નં-૨,કાલોલ તાલુકાના રીંછીયા ગામ તેમજ ગોધરા તાલુકાના કંકુથાંભલા ગામ આમ અલગ અલગ ત્રણ સ્થળો પર તપાસ કરતાં ચાઈનીઝ દોરીનું વેચાણ કરતાં ઈસમોને ઝડપી પાડી તેમની સામે કાર્યવાહી કરતાં ગેરકાયદેસર વેચાણ કરતાં મળીવેલ રીલો નંગ -૨૬૧ જેની અંદાજિત કિંમત રૂ.૫૦,૮૦૦/- ની કબજે કરી પાંચ ઈસમો વિરુદ્ધ ફરિયાદ નોંઘી છે. જેમાં ચાર ઈસમોને પોલીસે ધરપકડ કરી જ્યારે અન્ય એક હજુ પોલીસ પકડની બહાર છે. જેને શોધવાની પોલીસે તજવીર હાથ ધરી છે.