
તારીખ ૧૩ જાન્યુઆરી
વાત્સલ્યમ્ સમાચાર
સાજીદ વાઘેલા કાલોલ
જીલ્લામાંથી દારૂ અને જુગારની અસામાજીક પ્રવૃતી નેશ્તનાબુદ કરવા કાયદાનુ ચુસ્તપણે પાલન કરાવવા ઉપલા અધિકારીઓની સુચના અને માર્ગદર્શન હેઠળ કાલોલ પોલીસ સ્ટેશનના સીનીયર પોલીસ સબ ઇન્સ્પેક્ટર જે.ડી તરાલ તથા પીએસઆઇ એન.આર રાઠોડ સહિત પોલીસ સ્ટાફ સાથે કાલોલ પો.સ્ટે.વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા દરમ્યાન પોલીસ સબ ઇન્સ્પેકટર જે.ડી તરાલ નાઓને ખાનગીરાહે બાતમીદારથી બાતમી મળેલ કે,કાલોલ તાલુકાના ઝાખરીપુરા ગામના મોટુ ફળીયા ખાતે રહેતો રાહુલકુમાર ઉર્ફે ભુરો કિરણસિંહ રાઠોડ તેના ઘરે ભારતીય બનાવટનો પરપ્રાંતીય વિદેશી ઈગ્લીશ દારુનો જથ્થો તેના ઘરે રાખી સંતાડી રાખેલ છે.તેવી માહીતી આધારે કાલોલ પોલીસે બાતમીવાળા ઘરમાં રેઈડ કરતા મકાનના રસોડામાં મુકેલી તીજોરીમાં ઈંગ્લીશ દારૂની ૩૦ બોટલ જેની કીમત રૂ.૩૦૬૦/ ગણી મુદામાલ ઝડપી પાડયો હતો જેમાં આરોપી રાહુલકુમાર ઉર્ફે ભુરો કિરણસિંહ રાઠોડ ઘરે હાજર ના મળી આવતા ઉપરોક્ત આરોપી વિરૂધ્ધમાં કાલોલ પોલીસ સ્ટેશનમાં વિવિધ કલમો હેઠળ ગુન્હો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.