કાલોલ અને વેજલપુર પોલીસે પ્રતિબંધિત ચાઇનીઝ દોરી સાથે ત્રણ ઈસમો સામે કાયદાકીય કાર્યવાહી કરી સપાટો બોલાવ્યો.

તારીખ ૯ જાન્યુઆરી
વાત્સલ્યમ્ સમાચાર
સાજીદ વાઘેલા કાલોલ
ચાઈનીઝ દોરી નાં ઉપયોગ થી દર વર્ષે મહામુલી માનવ જીંદગી અને પશુ પક્ષી ની જીંદગી જોખમાય છે ત્યારે તાજેતરમાં આ બાબતે ગુજરાત હાઈકોર્ટ દ્વારા પણ સરકારને કડક કાર્યવાહી હાથ ધરવા સુચના આપી હતી અને તે મુજબ રાજ્યના ડીજીપી દ્રારા પણ સોગંધનામુ રજુ કરી પ્રતિબંધિત ચાઇનીઝ દોરી બાબતે રાજ્યના ૩૩ જીલ્લામાં વિવિધ કલમો હેઠળ નાં જાહેરનામા પ્રસિદ્ધ કરી દેવામાં આવ્યા હતા એને આ મામલે લોકોમાં જાગૃતિ લાવવા માટે સોશિયલ મીડિયામાં અને જાહેરાતો અને ઇલેક્ટ્રોનિક માધ્યમો દ્વારા કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા ત્યારે કાલોલ પોલીસ સ્ટેશનના પીએસઆઈ એન આર રાઠોડ સર્વેલન્સ નાં માણસો પોલીસ સ્ટેશન વિસ્તાર મા પેટ્રોલિંગ માં હતા ત્યારે તેઓને ખાનગી રાહે બાતમી મળી હતી કે પટેલ ફળિયામાં રહેતા રાજ ઉર્ફે રાજા રાકેશભાઈ પરમાર તેના ઘરે પ્રતિબંધિત ચાઇનીઝ દોરી ની રિલો રાખી વેચાણ ઘંઘો કરે છે તે આધારે પોલીસે તપાસ કરતા રેડ કરતા અલગ અલગ બનાવટની ચાઇનીઝ રિલ નંગ ૧૨૩ જેની કુલ કિંમત રૂ ૩૩,૯૦૦/ કબજે કરી જીલ્લા મેજિસ્ટ્રેટ નાં જાહેરનામા નાં ભંગ બદલ ની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી જ્યારે બીજી બાજુ વેજલપુર પોલીસે પણ પોલિસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગ કરી ભાદરોલી નાં ઘોડા ફળિયામાંથી ગણપતસિંહ ઊર્ફે કાળુભાઇ પ્રતાપસિંહ ચૌહાણ ને પ્રતિબંધિત ચાઇનીઝ દોરી ની 2 રીલો સાથે ઝડપી પાડયો હતો જ્યારે અન્ય એક બનાવમાં મહેલોલ બજારમાંથી દર્પણકુમાર સુભાસચંદ્ર શાહ ને ચાઇનીઝ રીલ ની નાની મોટી કુલ ૧૦ રીલ સાથે ઝડપી પાડી પુછપરછ કરતા રીલ સપ્લાય કરનારા રામપુર જોડકા નાં જયેશભાઈ પટેલ બન્ને ઈસમો સામે જાહેરનામા ભંગ ની કાર્યવાહી હાથ ધરી છે.આમ કાલોલ પંથકમાં પ્રતિબંધિત ચાઇનીઝ દોરી ની રીલો સાથે વેપારીઓની ધરપકડ કરતા સમગ્ર કાલોલ શહેર સહિત તાલુકામાં ચકચાર મચી જવા પામી છે.










