HALOLPANCHMAHAL

હાલોલ તેમજ જાંબુઘોડા પંથકમાં ઉતરાયણ પર્વની ઉજવણી હર્ષ ઉલ્લાસ સાથે આંનદમય રીતે કરાઈ

તા.૧૬.જાન્યુઆરી

વાત્સલ્યમ સમાચાર

કાદીર દાઢી.હાલોલ

હાલોલ નગર તેમજ જાંબુઘોડા પંથકમાં ઉતરાયણ પર્વની ઉજવણી હર્ષ ઉલ્લાસ સાથે આંનદ મય ઉજવણી કરવામાં આવી હતી.અવકાશી યુદ્ધ એવા ઉતરાયણ પર્વ ને લઈ પતંગ રસિકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો.ગત છેલ્લા બે વર્ષમાં કોરોના કાળ ને લઈ ઉતરાયણ પર્વની ઉજવણી જોઈએ તેવી કરવામાં આવી ન હતી પરંતુ આ વર્ષે શની અને રવિવારની બે દિવસની સાથે રજા મળતા પતંગ રસીકો એ ઉતરાયણ તેમજ વાસી ઉતરાયણનો લાભ આનંદ મય રીતે લાભ લીધો હતો લોકોએ ઉતરાયણ પર્વની ઉજવણી કરવા માટે અગાઉ થી જ ધાબા ઉપર લાઉડસ્પીકર વગાડવા માટે સ્પીકર તેમજ લાઈટ બંધ રહેતા બેટરી ની વ્યવસ્થા પહેલે થી જ કરી દેવામાં આવી હતી.ઉતરાયણ પર્વ ને લઇ લોકો વહેલી સવારથી જ છત પર પતંગ ચગાવવા માટે પહોંચી ગયા હતા ઉપરાંત ચાલુ વર્ષે પવન નો વેગ વધારે હોવાથી લોકોને પતંગ ઉડાવવા માં વધારે મજા આવી હતી.આકાશમાં રંગ બેરંગી પતંગો ને લઈ આકાશ પણ મેઘ ધનુષ જેવું લાગી રહ્યું હતું.લોકો કાઇપો છે,એ લપેટ નાં ગગન ભેદી નારાથી ગૂંજી ઉઠ્યું હતું.જોકે પતંગ રસીકો ની પતંગ ચઢાવાને લઇ પ્રાપ્ત કરી રહ્યાં હતાં ત્યારે આકાશમાં ઉડતા મુંગા પક્ષિઓ પતંગના દોરાથી ઘાયલ થયા હોવાના બનાવો પણ બન્યા હતા જોકે આવા પક્ષીઓની સારવાર અર્થે હેલ્પ લાઇન નબરો જાહેર કરેલા હોવાને લઈ લોકોએ ઘવાયેલા પક્ષીઓને બચાવવા માટે હેલ્પ લાઇન નંબર પર સંપર્ક કરતા કેટલાક પક્ષીઓની સારવાર હાલોલ પશુ દવાખાનામાં નિયમિત સમયમાં મળતા તે પક્ષીઓનો બચાવ થયો હતો.મકરસંક્રાતિ પર્વ ને લઇ લોકોએ દાન પુણ્ય છુટા હાથે કરવામાં આવ્યું હતું તથા મહિલાઓએ ગાયને ઘુઘરી ઘાસ ખવડાવી પુણ્ય કમાયા હતા જ્યારે ગરીબોને તલ નાં લાડુ ચીકી શેરડી તથા બોર નું દાન કર્યું હતું. ઉતરાયણ પર્વ ને લોકોએ બે દિવસ સુધી ઊંધયું,જલેબી, ફાફડા વગેરે ની જયાફત માની હતી.હાલોલ નગર તેમજ જાંબુઘોડા પંથકમાં છેલ્લા દિવસે ઉતરાયણ પર્વ ને લઈ દુકાનોમાં ભારે ભીડ જોવા મળી હતી અને ઉતરાયણ પર્વની રંગે ચંગે ઉજવણી કરવામાં આવી હતી.

[wptube id="1252022"]
Back to top button