HALOLPANCHMAHAL

હાલોલ નિષ્ઠા વિદ્યામંદિર ખાતે હોળી ધુળેટી પર્વની ઉજવણી કરાઇ.

તા.૮.માર્ચ

વાત્સલ્યમ સમાચાર

કાદીર દાઢી.હાલોલ

સમગ્ર દેશ ભરમાં આજે રંગોના પર્વ એવા ધુળેટી પર્વ ની ઉજવણી હર્ષ ઉલ્લાસ આંનદ ઉત્સાહ પૂર્વક કરવામાં આવી રહી છે જેને લઇ હાલોલ નગરનાં ગોધરા રોડ બાયપાસ રોડ પર આવેલ સ્વામીનારાયણ નિષ્ઠા વિદ્યામંદિર ખાતે પણ હોળી ધુળેટી પર્વની ઉજવણી ને ચિંતન શિબિર તેમજ વિવિધ કાર્યક્રમો યોજાયા હતા જ્યારે આ પ્રસંગે નિષ્ઠા વિદ્યામંદિર સ્કૂલના વિદ્યાર્થીઓએ ધુળેટી પર્વ એવા રંગોત્સવ ની ઉજવણી રાસ ગરબા અને એકબીજાને રંગો થી રંગીને કરવામાં આવી હતી.ધુળેટી પર્વની ઉજવણી ને લઇ સ્વામી નારાયણ નિષ્ઠા વિદ્યામંદિર નાં સંત શ્રી સાધુ કેશવ સ્વરૂપ દાસ મહારાજ અને સંત શ્રી સાધુ સંત પ્રસાદ મહારાજ પણ ઉપસ્થિત રહ્યા હતા અને શાળા ખાતે શિક્ષકો આચાર્યો વિદ્યાર્થીઓએ ધુળેટી પર્વ ની ઉજવણી આનંદ ઉત્સાહના વાતાવરણમાં કરી હતી.

[wptube id="1252022"]
Back to top button