
તા.૧૧.જાન્યુઆરી
વાત્સલ્યમ સમાચાર
કાદીર દાઢી.હાલોલ
હાલોલ નગરના અરાદ રોડ ખાતે આવેલ હજરત સૈયદ રોશનઅલી બાબાના 65માં ઉર્ષ ની ઉજવણી પરંપરાગત અને આણંદ અને ઉલ્લાસના વાતાવરણમાં કરવામાં આવી હતી.ઉજવણીના પ્રથમ દિવસે દરગાહ ખાતે સંદલ શરીફની રસમ અદા કરાઈ હતી જેમાં ખાનકાહે એહલે સુન્નતનાં સજ્જાદા નસીન સૈયદ કબીરુદીન બાબા ઉપસ્થિત રહ્યા હતા અને તેઓના હાથોથી સંદલ શરીફની રસમ અદા કરાઈ હતી.જ્યારે ઉર્ષ નાં બીજા દિવસે દરગાહ ખાતે મેહફીલે મિલાદ અને ખત્મે કાદરીયા નો ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો અને સલાતો સલામ અને દુઆ કરવામાં આવી હતી જ્યારે દરગાહ કમિટી દ્વારા નીયાઝ પણ તકસીમ કરાઈ હતી.આ પ્રસંગે હાલોલ,કાલોલ,વડોદરા, રાજપીપળા,ડભોઇ,બોરુ, ગોધરા તેમજ બોમ્બે સહિત થી શ્રદ્ધાળુઓ મોટી સંખ્યામાં ઉમટયા હતા.જ્યારે સૈયદ રોશનઅલી બાબાની દરગાહ હિન્દુ અને મુસ્લિમ એકતાનું પ્રતીક છે જેથી તેઓના માનમાં દર વર્ષે ઉર્ષ ની ઉજવણી હર્ષ ઉલ્લાસના વાતાવરણમાં કરવામાં આવે છે.જેમાં હિન્દુ અને મુસ્લિમ બિરાદરો મોટી સંખ્યામાં દરગાહ ખાતે આવે છે.જ્યારે ઉર્ષ નિમિત્તે દરગાહને ફૂલો તથા રોશનીથી શણગાર પણ કરવામાં આવ્યો હતો.