HALOLPANCHMAHAL

હાલોલમાં હજરત બાદશાહ બાબાના ૮૬ માં ઉર્ષની ઉજવણી હર્ષઉલ્લાસ પુર્વક કરાઈ

તા.૪.જાન્યુઆરી

વાત્સલ્યમ સમાચાર

કાદીર દાઢી.હાલોલ

હાલોલ નગરના પાવાગઢ રોડ પર આવેલ કુત્બે પંચમહાલ હઝરત બાદશાહ બાબાના ૮૬માં ઉર્ષની ઉજવણી ધાર્મિક વાતાવરણમાં રંગે ચંગે કરવામાં આવી હતી જેમાં ઉર્ષનાં પ્રથમ દિવસે હાલોલ નગરનાં કસ્બા હુસેની ચોકમાંથી મુસ્લિમ સમાજના લોકો એકત્રિત થયા હતા અને બપોરના ૩ કલાકે સંદલ શરીફનું ભવ્ય જુલુસ નીકળ્યુ હતુ જે નગરના વિવિધ વિસ્તારોમાં ફરી બાદશાહ બાબા દરગાહ ખાતે પહોંચ્યું હતું જેમાં વડોદરાના ખાનકાહે એહલે સુન્નત નાં સજ્જાદા નસીન સૈયદ મોયુનુદ્દિંન બાબા કાદરીના હાથો થી સંદલ શરીફની રશ્મ અદા કરવામાં આવી હતી અને ત્યારબાદ સલાતો સલામ અને નિયાઝ પ્રસાદી ની વહેચણી કરવામાં આવી હતી.જુલુસમાં વિવિધ પ્રકારના શનગાર કરેલા વાહનો કલાત્મક દરગાહનાં રોજાં ઓ એ આકર્ષણ જમાવ્યું હતું જ્યારે ઉર્ષ નાં બીજા દિવસે ૪ જાન્યુઆરી બુધવારના રોજ સવારે દરગાહ ખાતે તકરીરનો ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો જેમાં ખાનકાએ એહલે સુન્નતનાં સજ્જાદા નસીન સૈયદ મોયુનુદ્દિંન બાબા કાદરી ઉપસ્થિત રહ્યા હતા અને સલાતો સલામ બાદ નિયાજ તકસિમ કરવામાં આવી હતી.આ પ્રસંગે ગુજરાત સહિત મહારાષ્ટ્ર,મધ્ય પ્રદેશ તેમજ વિવિધ શહેરોના અકિદતમંદો ઉમટયા હતા અને ઉર્ષ નો લાભ લઇ ધન્યતા અનુભવી હતી.

[wptube id="1252022"]
Back to top button