HALOLPANCHMAHAL

હાલોલમાં હજરત બાદશાહ બાબાના ૮૬ માં ઉર્ષની તડામાર તૈયારીઓ

તા.૧.જાન્યુઆરી

વાત્સલ્યમ સમાચાર

કાદીર દાઢી.હાલોલ

હાલોલ નગરના પાવાગઢ રોડ પર આવેલ હઝરત બાદશાહ બાબાના ૮૬માં ઉર્ષ ની તૈયારીઓ હાલોલ બાદશાહ બાબા ટ્રસ્ટ કમિટી દ્વારા કરવામાં આવી રહી છે જેને આખરી ઓપ આપી રહ્યા છે. તા.૩ અને ૪ જાન્યુઆરીના રોજ હાલોલના હઝરત બાદશાહ બાબાના ઉર્ષ ની ઉજવણી થશે જેમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ તા.૩ જાન્યુઆરી મંગળવાર નાં રોજ હાલોલ કસ્બા હુસેની ચોકમાં મુસ્લિમ સમાજના લોકો એકત્રિત થશે જે બપોરના ૩ કલાકે સંદલ શરીફનું ભવ્ય જુલુસ નીકળશે જે નગરના વિવિધ વિસ્તારોમાં ફરી બાદશાહ બાબા દરગાહ ખાતે પહોંચશે અને ત્યારબાદ વડોદરાના ખાનકાહે એહલે સુન્નત નાં સજાદા નસીન સૈયદ મોયુનુદ્દિંન બાબા કાદરીના હાથો થી સંદલ ચઢાવવામાં આવશે અને ત્યારબાદ સલાતો સલામ અને નિયાઝની વહેચણી કરવામાં આવશે.જ્યારે ઉર્ષ નાં બીજા દિવસે ૪ જાન્યુઆરી બુધવારના રોજ સવારે દરગાહ ખાતે તકરીર નો ભવ્ય કાર્યક્રમ યોજાશે જેમાં ખાનકાએ એહલે સુન્નતનાં સૈયદ અમીરુદ્દીન બાબા કાદરી તકરીર ફરમાવશે અને સલાતો સલામ બાદ નિયાજ તકસિમ કરવામાં આવશે.

[wptube id="1252022"]
Back to top button