
તા.૯.જાન્યુઆરી
વાત્સલ્યમ સમાચાર
કાદીર દાઢી.હાલોલ
ગોધરા એલસીબી પોલીસે રૂપિયા 8000 ના મુદ્દામાલ સાથે એક આરોપીને ઝડપી પાડી હાલોલ જીઆઇડીસી ની એક ખાનગી કંપનીમાં થયેલી ચોરીનો ભેદ ઉકેલ્યો હતો.પ્રાપ્ત માહિતી મુજબ ગોધરા એલસીબી પોલીસ ને આથી દસ દિવસ પહેલા હાલોલ જીઆઇડીસી માં આવેલી લુબ્રિક્સ ઓઇલ ઇન્ડિયા કંપનીમાં એલીડી ટીવી મોબાઇલ તેમજ રોકડ રકમને ચોરી થયેલ ચોરીમાં કાલોલ માં રહેતો મોઈન ઉર્ફે જફર ઉમરભાઈ કાજી તથા કંજરી ગામનો આયુશ ઉર્ફે હર્ષ ભુપેન્દ્ર ભોઈ સંડોવાયેલા છે તેમાં આયુષ ભોઈ ચોરીના મુદ્દામાલ નું એલઈડી ટીવી લઈ હાલોલના દાવડા વિસ્તારમાં વેચવાની પેરવીમાં ઉભો છે.તેવી ચોક્ક્સ બાતમીના આધારે પોલીસે આયુષને મુદ્દામાલ સાથે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
[wptube id="1252022"]