HALOLPANCHMAHAL

હાલોલ પાલીકા દ્રારા નગરની હોટલોમાં ચેકીંગ હાથ ધરાયુ તેમાં વેરાવસૂલી માટે નોટીસ ફટકારી

તા.૩.જાન્યુઆરી

વાત્સલ્યમ સમાચાર

કાદીર દાઢી.હાલોલ

હાલોલ નગર પાલીકાના ચીફ ઓફિસર એ પાલીકા ના કર્મચારીઓ સાથે રાખી નગર માં આવેલ હોટલો ના કિચન તેમજ ફાયર સેફટી અંગે ચેકીંગ હાથ ધર્યું હતું.જ્યારે નગર માં આવેલ શોપિંગ સેન્ટરો તેમજ દુકાનોમાં વેરા તેમજ ભાડા વસૂલાત હાથ ધરી હતી.પ્રાપ્ત માહિતી મુજબ આજે મંગળવાર ના રોજ હાલોલ નગર પાલીકા ના ચીફ ઓફિસર વિનય ડામોર સહિત પાલીકા ના કર્મચારીઓ સાથે રાખી હાલોલ નગર ખાતે આવેલી હોટલોમાં ચેકિંગ હાથ ધર્યું હતું.જેમાં ફાયર સેફ્ટી બરાબર છે કે કેમ તદુપરાંત કિચનમાં વપરાતા ખાદ્ય પદાર્થો નું સેટિંગ કર્યું હતું જેમાં ખાદ્ય પદાર્થો ખાવા લાયક ન હોય તેવા પદાર્થોને નાશ કર્યો હતો તેમજ નગરમાં આવેલા પાલિકાના શોપીંગ સેન્ટરો તેમજ કેબીનો જે ભાડા કરારિત છે તેવા દુકાનોનું ભાડું ને વસુલાત હાથ ધરી હતી તેમજ નગરની દુકાનો ના માલિકો દ્વારા જે લોકો વેરા ભર્યા ના હોય તેવા લોકોને બાકી વેરા અંગેની નોટીશો ફટકારવામાં આવી હતી આમ નગરપાલિકા દ્વારા એકાએક ચેકિંગ હાથ ધરાતા તેમજ વેરા બાકીદારો ને માંગણી નોટીસો ફટકારતા લોકો માં ખળભળાટ મચી જવા પામ્યો હતો.

[wptube id="1252022"]
Back to top button