કાલોલનાં સરકારી દુકાનદારો દ્રારા ધારાસભ્ય ના સન્માન સમારોહમા ગરીબોને પુરતું અનાજ આપવા અપીલ

તારીખ ૪ જાન્યુઆરી
વાત્સલ્યમ્ સમાચાર
સાજીદ વાઘેલા કાલોલ
કાલોલ ના ધારસભ્ય ફતેસિંહ ચૌહાણ નો સન્માન સમારોહ કાલોલ તાલુકાના વ્યાજબી ભાવની દુકાનના સંચાલકો દ્વારા બુધવારે બપોરે કોમ્યુનિટી હોલ ખાતે યોજાયો હતો જેમા ધારાસભ્ય ફતેસિંહ ચૌહાણ ને દુકાનદારોએ હાર પહેરાવી સન્માન કરેલ પોતાના પ્રવચનમાં ધારાસભ્યએ જણાવ્યુ હતુ કે તાલુકામાં છ જેટલા દુકાનદારોની ફરિયાદો તેઓની પાસે આવેલી છે.જેમાં બાકરોલ ગામ ના દુકાનદાર, કરોલી નાં દુકાનદાર અને મલવાણ ગામ તથા વેજલપુર નાં દુકાનદારો અનાજ આપતા નથી સનમાન સમારોહ માં મલવાણ નાં દુકાનદાર રમેશભાઇ નાયક ને બદલે ઓપરેટર મહેબુબભાઈ દુકાનનું સંચાલન કરતા હોવાની ફરિયાદ આવી હોવાનુ મંચ પરથી જણાવી મહેબુબભાઈને આ દુકાન નું સંચાલન અસલી માલીક રમેશભાઇ ને સોંપી દેવાની ધારાસભ્યએ તાકીદ કરી મામલતદાર ને મોબાઈલ કરી પગલા લેવા જણાવ્યુ હતુ અને એસોસિયેશન નાં પ્રમુખ અને તાલુકા પંચાયત પ્રમુખ ની જાહેર મંચ પરથી ઝાટકણી કાઢી હતી આ ઊપરાંત પોતાને જે કોઇ દુકાનદારે ચૂંટણીમાં મદદ કરી નથી તેઓ ને ચેતવણી આપી તમામ દુકાનદારોને ગરીબોને પુરતું અનાજ આપવા તાકીદ કરી હતી. જો કોઈ દુકાનદાર ગરીબોને અન્યાય કરશે તો હુ સ્થળ ઉપર આવીશ. મારો કોઇ માણસ તમારી પાસે ઉઘરાણી કરવા નહી આવે અમે તમને ખોટી રીતે હેરાન કરવાના નથી બસ સુધારો કરી દો તેવી જાહેર અપીલ કરતા એક તબક્કે હાજર દુકાનદારો માં ફફડાટ વ્યાપી ગયો હતો. એક તબક્કે ફૂલનો હાર લઈને આવનાર એક દુકાનદાર ને વિરોધી પાર્ટીનો હોવાની શંકાએ નામ પુછી તેનો હાર સ્વીકારવાનો ધારાસભ્યએ ઇન્કાર કરી દેતા સભામાં સોપો પડી ગયો હતો. વેજલપુર પોલીસે પકડેલ શંકાસ્પદ ચોખા ના જથ્થા અને ભીનુ સંકેલવાના પ્રયાસો બાબતે ગુજરાત મિત્ર નાં પ્રતિનિધી નાં સવાલ બાબતે ધારાસભ્યએ મામલતદાર સાથે વાતચીત કરી યોગ્ય કાર્યવાહી કરવા ની વાત કરી હતી.