હાલોલ ઇન્ડસ્ટ્રી ની ખાનગી કંપનીઓ માં આઉટસોર્સિંગ ભરતી થયેલા કામદારોનું શોષણ,કામદારો હડતાળ પર

તા.૩.જાન્યુઆરી
વાત્સલ્યમ સમાચાર
કાદીર દાઢી.હાલોલ
હાલોલ તાલુકાના પાનેલાવ ગામે આવેલી એલેમ્બિક ફાર્માસ્યુટિકલ કંપનીમાં કામ કરતા હજારો કામદારોને કામના પ્રમાણમાં વેતન નહીં મળતા 500 થી વધુ કામદારોએ કામ બંધ કરીને વેતન વધારવાની માંગણી સાથે રજુઆત કરવા છતાં કોઈ નિરાકરણ નહીં આવતા કામદારો કંપની બહાર સામુહિક હડતાળ ઉપર બેસી ગયા છે.હાલોલ ના પાનેલાવ ગામે આવેલી એલેમ્બિક ફાર્માસ્યુટિકલ કંપનીમાં કોન્ટ્રાકટ આધારિત કામ કરતા કામદારો નું કંપની અને લેબર કોન્ટ્રાક્ટરો ની સાંઠગાંઠ થી કંપની માં કામ કરતા 2 હજાર થી વધુ કામદારો નું શોષણ કરવામાં આવી રહ્યું હોવાથી કામદારો કંપની નું કામ બંધ કરી હડતાળ ઉપર ઉતરી ગયા છે. કામદારો ને 8 કલાક ની કામગીરી સામે માત્ર 355/- રૂપિયા રોજ ચુકવવામાં આવતો હોવાથી આ દૈનિક વેતન માં વધારો કરી 570/- રૂપિયા કરી આપવા ની માંગણી સાથે 500 થી વધુ કામદારો એ કંપની માં પોતાનું કામ બંધ રાખી કામ ના બદલામાં મળતા ઓછા દૈનિક વેતન સામે વિરોધ નોંધાવી વેતન વધારા માટે હોબાળો મચાવતા કામગીરી બંધ કરી કંપની બહાર હડતાળ ઉપર બેસી ગયા હતા.કંપનીમાં કામ કરતા કામદારો અલગ અલગ લેબર એજન્સીઓ દ્વારા ભરતી કરવામાં આવ્યા હોવાનું કામદારો જણાવી રહ્યા છે. અહીં 10 વર્ષ થી વધારે સમય થી કામ કરતા કામદારો વારંવાર રજુઆત કરવા છતાં કંપની કે કોન્ટ્રાક્ટરો કોઈ રજુઆત ધ્યાને ન લેતા અને દૈનિક વેતન સાથે અન્ય કોઈ લાભ નહીં મળતા હોવાથી કામ બંધ કરી કંપની બહાર હડતાળ ઉપર બેસી ગયા છે.