સુરક્ષા સાધનો નો અભાવે કાલોલ ની ઈનોક્ષ કંપનીમાં એકાએક આગ લાગતા અફરાતફરી મચી જવા પામી.

તારીખ ૭ જાન્યુઆરી
વાત્સલ્યમ્ સમાચાર
સાજીદ વાઘેલા કાલોલ
શનિવારના રોજ વહેલી સવારે કાલોલના બોરુ રોડ પર આવેલ ઇનોક્સ ઇન્ડિયા કંપનીમાં યુનિટ નંબર 3 માં એકાએક ધુમાડાના ગોટેગોટા સર્જાયા હતા અને વિકરાળ આગ લાગી હતી. આગને કારણે સવારની પાળીમાં આવતા કામદારોને ગેટ ઉપર જ રોકી રાખવામાં આવ્યા હતા કાલોલ નગરપાલિકાનું ફાયર ફાઈટર સ્થળ ઉપર આવી પહોંચ્યું હતું આગનું કારણ જાણી શકાયું નહોતું કંપની પાસે પોતાનું કોઈ ફાયર ફાઈટર નહીં હોવાની ચર્ચાઓ જાગી હતી તેમજ આવી વિકટ પરિસ્થિતિમાં કંપનીમાં એમ્બ્યુલન્સની સેવા પણ નહીં હોવાની વિગતો પ્રકાશમાં આવી હતી ત્યારે પ્રશ્ન એ થાય છે કે આ બાબતની દેખરેખ રાખવા ની જેઓની જવાબદારી છે તેવા લેબર ઓફિસર અને લાગતા વળગતા અઘિકારીઓ પોતાની પ્રાથમિક ફરજ કેવી રીતે બજાવી રહ્યા છે. જોકે આગ ઉપર કાબુ મેળવી લેવામાં આવ્યો હતો પરંતું કોઈ મોટી હોનારત સર્જાય તો જવાબદારી કોની તે પ્રશ્ન અસ્થાને નથી.