HALOLPANCHMAHAL

યાત્રાધામ પાવાગઢ ખાતે પોષી પૂનમ ને લઈ હજારોની સંખ્યામાં માતાજીના ભકતો દર્શનાર્થે ઉમટ્યા 

તા.૬.ડીસેમ્બર

વાત્સલ્યમ સમાચાર

કાદીર દાઢી.હાલોલ

સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ ખાતે આજે ત્રીજા દિવસે પણ હવામાન બરાબર ન હોવાને કારણે રોપ વે વ્યવહાર બંધ રહેતા માતાજીના દર્શનાર્થે આવેલા મોટી સંખ્યા માં માઇ ભક્તોને ફરજિયાત પગપાળા ડુંગર પર જવાનો વારો આવ્યો હતો.પંચમહાલ જિલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ ૫૧ શક્તિપીઠ પૈકી ની એક શક્તિપીઠ છે. માતાજીના દર્શન માટે વર્ષ દરમિયાન માતાજીના ભક્તો લાખોની સંખ્યામાં ઉમટી પડે છે અને માતાજીના ચરણમાં શીશ નમાવી ધન્ય બને છે. તેમાં ખાસ કરીને આસો તેમજ ચૈત્રી નવરાત્રી આઠમ, પૂનમ તેમજ શનિ અને રવિવારની રજા ના દિવસોમાં ભક્તો મોટી સંખ્યામાં આવતા હોય છે.તેમાં પણ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા મંદિર શિખર ઉપર ૫૦૦ વર્ષ બાદ ધ્વજા રોહન કરવામાં આવેલ ત્યારબાદ ભક્તોનો પ્રવાહ વધી ગયો છે.આજે પોષ સુદ પૂનમ (પોષી પૂનમ) હોવાને લઈ આજે માતાજીના ભક્તો મોટી સંખ્યામાં પાવાગઢ ખાતે મા જગત જનની શ્રી કાલીકા માતાના દર્શનાર્થે ઉમટી પડ્યા હતા.યાત્રીકોની સુવિધા ને લઈ પાવાગઢ ખાતે રોપ વે ની વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે પરંતુ છેલ્લા ત્રણ દિવસથી વાતાવરણ બરાબર ન હોવાના કારણે તેમજ ઠંડો પવન વધુ વેગ થી ફૂંકાતો હોવાને કારણે રોપ વે ના સંચાલકો દ્વારા યાત્રિકો ની સુરક્ષા અને સલામતી ના ભાગ રૂપે રોપ વે સેવા બંધ રાખવી પડી હતી.જોકે આજે સવારે રોપવે શરૂ કરવામાં આવ્યો હતો પરંતુ વાતાવરણ બરાબર નહીં હોવાને કારણે બંધ કરી દેવામાં આવ્યું હતું જે ને લઈ માતાજીના દર્શનાર્થે આવેલા યાત્રિકોને ફરજિયાત પગપાળા ડુંગર ચડવાનો વારો આવ્યો હતો.

[wptube id="1252022"]
Back to top button