KALOL(Panchamahal)PANCHMAHAL
કાલોલ કુમાર શાળાના બાળકોને પ્રવાસ-પર્યટનમાં પાવાગઢ નાં વિરાસત વન ખાતે લઈ જવામાં આવ્યા.

તારીખ ૬ જાન્યુઆરી
વાત્સલ્યમ્ સમાચાર
સાજીદ વાઘેલા કાલોલ
ગતરોજ ગુરુવારે કાલોલ કુમાર શાળાનો પ્રવાસ-પર્યટન પાવાગઢ નાં વિરાસત વન ખાતે બાળકોને લઈ જવામાં આવ્યા હતા.જ્યાં બાળકોને આપણી સાચી વિરાસત વન અને ઔષધિઓ છે જેની ઝાંખી બાળકોએ વનમાં ફરી મેળવી હતી જેમાં વિરાસત વનમાં ચંદન,ઉંબરો,જાસૂદ,વડ, આસોપાલવ, કદંબ,રાયણ, તુલસી,અરડૂસી વાંસ અને બીજી અનેક બહુમૂલ્ય ઔષધિઓને જોઈ જાણી.શાળાના આચાર્ય રાકેશ ઠાકર સાહેબે અને સ્ટાફે બાળકોને વનોનો મહત્વ વિશે સમજાવ્યું હતું સાથે સાથે બાળકોએ વિવિધ રમતોમાં ભાગ લઈ આનંદ ની ઉજાણી કરી જેમાં તમામ ગુરુજનો પણ જોડાયા.ત્યારબાદ બપોરે સૌએ પાઉંભાજીની જયાફત માણી હતી ત્યાર બાદ મ્યુઝિકના તાલે ગરબા,ટીમલી અને અંતાક્ષરી રમી પ્રવાસનો આનંદ માણી સર્વે પરત ફર્યો હતા.
[wptube id="1252022"]