KALOL(Panchamahal)PANCHMAHAL

કાલોલ માં શ્રી અભિષેકલાલજી મહારાજશ્રી દ્વારા સંચાલિત”પુષ્ટિ સંસ્કાર એકેડમી”મા બાળકોએ પુષ્ટિમાર્ગીય પિક્ચર ને નિહાળી ધન્યતા અનુભવી.

તારીખ ૨ જાન્યુઆરી

વાત્સલ્યમ્ સમાચાર

સાજીદ વાઘેલા કાલોલ

રવિવાર ના રોજ પ. પૂ.ગો. ૧૦૮ શ્રી અભિષેકલાલજી મહારાજશ્રી ની આજ્ઞા એવમ માર્ગદર્શન હેઠળ ચલાવવામાં આવતી કાલોલ માં ” પુષ્ટિ સંસ્કાર એકેડમી” માં પુષ્ટિ માર્ગીય પિક્ચર નો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો.જેમાં બહોળી સંખયામા પુષ્ટિ સંસ્કાર એકેડમી ના બાળકો એ પુષ્ટિમાર્ગીય પિક્ચર નિહાળી હતી . આ ના અનુસંધાન મા પુષ્ટિ સંસ્કાર એકેડમી ના શિક્ષકો ધ્વારા આધુનિક ડિજિટલ ટેકનોલોજી ના માધ્યમ થી પિક્ચર ની વચ્ચે વચ્ચે બાળકોને સમજણ પણ આપવામા આવી હતી.પિક્ચર નિહાળી બાળકોએ પુષ્ટિમાર્ગીય જ્ઞાન પ્રાપ્ત કરી ધન્યતા અનુભવી હતી..આ કાયૅક્રમ ક્રમ ને સફળ બનાવવા શ્રી ગોવર્ધનનાથજી હવેલી ના અધિકારીજી,પુષ્ટિ સંસ્કાર એકેડમી ના શિક્ષકો તથા મંદિર મંડળના સર્વે કાયૅકતાઓ એ જહેમત ઊઠાવી હતી.

[wptube id="1252022"]
Back to top button