કાતોલ ગામે જીલ્લા કલેકટર ની અધ્યક્ષતા હેઠળ રાત્રી સભાનુ આયોજન કરાયું. લોક પ્રશ્નો ની ચર્ચા કરાઈ

તારીખ ૧૧ જાન્યુઆરી
વાત્સલ્યમ્ સમાચાર
સાજીદ વાઘેલા કાલોલ
કાલોલ તાલુકાના કાતોલ ગામે પ્રાથમિક શાળામાં મંગળવારે જીલ્લા કલેકટર સુજલ મયાત્રા ની અધ્યક્ષતા હેઠળ પંચમહાલ જીલ્લાની ચાલુ વર્ષની પ્રથમ રાત્રી સભા યોજાઈ જેમાં ગ્રામજનો અને આસપાસના ગામો ના લોકો હાજર રહ્યા હતા લોક સંપર્ક કરી લોકોના પ્રશ્નો ઉકેલવા માટે આ સભામાં પ્રાંત અધિકારી,જીલ્લા વિકાસ અધિકારી,તાલુકા વિકાસ અધિકારી,મામલતદાર તથા નાયબ મામલતદાર સહિત નાં અઘિકારીઓ હાજર રહ્યા હતા. ગ્રામજનોના પ્રશ્નો સાંભળ્યા બાદ નિવારણ માટે સંકલન નાં અધીકારીઓને સુચના આપવામાં આવી કલેક્ટર દ્વારા ખેતીવાડી, રેશનકાર્ડ અને વિવિધ યોજનાઓ અંતર્ગત વૃદ્ધ સહાય, વિધવા સહાય ની માહિતી આપી આ સભામા તાલુકા પંચાયત સદસ્ય કિરણભાઈ બેલદાર, ડો કિરણસિંહ પરમાર,તેજલબેન પરમાર તેમજ કાતોલ , બોરૂ , બાકરોલ અને આસપાસ નાં સરપંચો ગ્રામ પંચાયત સભ્યો હાજર રહ્યા હતા.તાલુકાનાં અઘિકારીઓ દ્વારા તેમના વિભાગને લગતી યોજનાકિય સહાય ની સમજ આપી ચાઇનીઝ દોરી તુક્કલ ન ખરીદવા અપીલ કરી જો કોઈ દુકાનદાર આવા દોરી વેચતા હોય તો પોલીસને જાણ કરવા જણાવ્યુ બોરૂ ટરનિંગ વિસ્તારનાં રસ્તા બાબતે કાતોલ નાં ગુણવંતસિંહ પરમારે પ્રશ્ન કરી તેઓના ગામના યુવાન દીકરા એ રસ્તા બંધ કરી દેવાતા.જાન ગુમાવ્યો હોઈ પ્રશ્ન ઉઠાવતા એક અઠવાડિયામાં આ રસ્તાનું નિરાકરણ લાવવા કલેકટર અને મામલતદારે ખાતરી આપી શિષ્યવૃત્તિ બાબતે તેમજ પાણી બાબતે પ્રશ્ર્નો પૂછ્યા હતા ગામોમા રેલવે દ્વારા દીવાલ બનાવવા થી રસ્તા નાં બાબતે પણ પ્રશ્ન પુછાયો હતો .