KALOL(Panchamahal)PANCHMAHAL

કાલોલ ના ચલાલી ગામે પ્રાંત અધિકારી ટીમ અને ખાણ ખનીજ વિભાગે ખનીજમાફિયાઓ ઉપર સપાટો બોલાવ્યો.

તારીખ ૧ જાન્યુઆરી

વાત્સલ્યમ્ સમાચાર

સાજીદ વાઘેલા કાલોલ

પંચમહાલ જિલ્લાના કાલોલ તાલુકાના ચલાલી ગામ પાસે આવેલી ગોમાં નદીમાં વર્ષોથી રેતીનું મોટું કૌભાંડ ચાલી રહ્યું હતું. ઘણા વર્ષોથી ચલાલી ગોમાં નદીમાં ખનીજ માફીયાઓ દ્વારા રેતીનો કારો કારોબાર ચલતો હોવાની લોક બૂમ પડી રહી હતી. ખાણ ખનીજ વિભાગ દ્વારા ચલાલી ગોમાં નદીમાં અનેકવાર છાપા મારવા છતાં મોટી સફળતા માટે નિષ્ફળ રહેતું હતું. પરંતુ ૨૦૨૩ ના પ્રથમ દિવસે ગોધરા પ્રાંત અધિકારી,કાલોલ મામલતદાર અને ખાણ ખનીજ વિભાગ તેમજ કાલોલ, વેજલપુર, દામાવાવ પોલીસ ની સંયુક્ત ટીમે કાલોલ તાલુકાના ચલાલી ગામની ગોમા નદીમાં પહોંચી જતા ખાણ ખનીજ વિભાગ દ્વારા રેતી કૌભાંડનો કરોડો રૂપિયાનું મોટું કારસ્તાન ઝડપી પાડ્યું હોવાની લોક ચર્ચાઓ ચર્ચા રહી છે. ગોધરા મામલતદાર અને ખાણ ખનીજ વિભાગ દ્વારા જેસીબી ટ્રેક્ટર તેમજ હાઈવા જેવાં વાહનોની મોટી કતાર ઝડપી પાડતાં ખનીજ માફિયાઓમાં ફાફડાટ વ્યાપી ગયો હતો. ૨૦૨૩ નાં પ્રથમ રવિવારના દિવસે ગોધરા પ્રાંત અધિકારી, કાલોલ મામલતદાર અને ખાણ ખનીજ વિભાગ કાલોલ,વેજલપુર, દામાવાવ પોલીસ ની ટીમ ચલાલી ગોમા નદીમાં ખનિજ માફિયાઓ પર સપાટો બોલાવતાં કાલોલ પંથકમાં હડકમ મચી ગયો હતો.

[wptube id="1252022"]
Back to top button