KALOL(Panchamahal)PANCHMAHAL

કાલોલ નગર અને તાલુકાના દેલોલ હાઇવે રોડ ઉપર મસ્ત મોટા ખાડાથી અકસ્માત થાય તેવી પરિસ્થિતિ

તારીખ ૩ જાન્યુઆરી

વાત્સલ્યમ્ સમાચાર

સાજીદ વાઘેલા કાલોલ

ગોધરા હાલોલ હાઇવે ઉપર કાલોલ નગર ગધેડી ફળિયાના નાડા પાસે તેમજ દેલોલ ગામ પાસે એલ એન્ડ ટી પ્રાઇવેટ લિમિટેડ દ્વારા બનાવેલા હાઇવે રોડ ઉપર મસ્ત મોટા ખાડાઓએ આકાર લીધો છે. જેના કારણે માર્ગ પરથી પસાર થતાં વાહન ચાલકોને રાત્રિના તેમજ દિવસ દરમિયાન ના સમય ગાળામાં અકસ્માતનો ભઈ રહે છે. હાઇવે રોડ પર અગાઉની કામગીરીમાં ભંગાણ થતા પુનઃ મસ્ત મોટા ખાડાઓનું સર્જન થયું છે. અકસ્માતની પરિસ્થિતિ સર્જે તેવા આકારના મસ્ત મોટા ખાડાઓનું સર્જન થયું છે. ઉલ્લેખનીય એ છે કે એલ એન્ડ ટી વિભાગ દ્વારા વારંવાર રોડ પર દેખતા ખાડાઓને પુરવા માટે કામગીરી હાથ ધરી ખાડાઓમાં પ્લેવર બ્લોક બેસાડી દેવામાં આવતા હોય છે. પરંતુ થોડા સમય પછી “જે સે થે” ની પરિસ્થિતિ સર્જાઈ જતાં હાઈવે રોડ ઉપર પુનઃ ખાડાઓનો આકાર જોવા મળતો હોય છે. જેને તાત્કાલિક રીતે પૂર્ણ કરવામાં આવે તો અકસ્માતને રોકી શકાય તેમ છે. જેથી એલ એન્ડ ટી વિભાગ દ્વારા તાત્કાલિક કામગીરી હાથ ધરવામાં આવે તેવી લોક માંગ ઉપસ્થિત થઈ છે.

[wptube id="1252022"]
Back to top button