KALOL(Panchamahal)PANCHMAHAL

કાલોલ પાલીકાના કોમ્યુનિટી હોલ ખાતે સુપોષિત અને સશકત કિશોરી અભિયાન મેળાનું આયોજન કરાયું

તારીખ ૯ જાન્યુઆરી

વાત્સલ્યમ્ સમાચાર

સાજીદ વાઘેલા કાલોલ

પંચમહાલ મહિલા અને બાળ વિકાસ વિભાગની બેટી બચાઓ–બેટી પઢાઓ અને પૂર્ણા યોજના અંતર્ગત આઇસીડીએસ જિલ્લા પંચાયત અને મહિલા બાળ કલ્યાણ પંચમહાલ ના સંયુક્ત ઉપક્રમે “સુપોષિત અને સશક્ત કિશોરી-અભિયાન” મેળાનું આયોજન કાલોલ વિધાનસભાના ધારાસભ્ય ફતેસિંહ ચૌહાણ ની અધ્યક્ષતામાં કાલોલ નગરપાલિકાના કોમ્યુનિટી હોલ ખાતે આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં કાલોલ તાલુકા પંચાયત પ્રમુખ જયદેવસિંહ ઠાકોર, કાલોલ નગરપાલિકા પ્રમુખ શૈફાલીબેન ઉપાધ્યાય, જીલ્લા ભાજપના પ્રમુખ અશ્વિનભાઇ પટેલ, કાલોલ તાલુકા ભાજપ પ્રમુખ નરેન્દ્રસિંહ ગોહિલ, પુર્વ જીલ્લા પંચાયતના પ્રમુખ રાજપાલસિંહ જાદવ સાથે મહાનુભાવો ઉપસ્થિતિ રહ્યા હતા ત્યારે ધારાસભ્ય ફતેસિંહ ચૌહાણ દ્વારા કિશોરીઓ અને મહિલાઓનાં સ્વાસ્થ્ય,સુરક્ષા અને સ્વનિર્ભરતા સાથે જોડાયેલા વિવિધ વિભાગો વિષે સુંદર રીતે ઉદબોધન કર્યું હતું આ મેળામાં સ્ટોલ ઉભા કરીને તેઓની સેવાઓ અંગે સૌને માહિતગાર કરાયા હતા.મહિલાઓને સ્વ-બચાવ તથા સુરક્ષા લક્ષી બાબતો અંગે મહિલા પોલીસ ટીમ દ્વારા વિષય સુસંગત જાણકારી આપવામાં આવી હતી. જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ દ્વારા પોસકો કાયદા અંગે જાણકારી આપવામાં આવી હતી. તથા મહિલા કલ્યાણ શાખા દ્વારા મહિલાઓ લક્ષી વિવિધ યોજનાઓ અંગે જાણકારી આપતા સાહિત્યનું પ્રદર્શન અને વિતરણ કરાયું હતું.કિશોરીઓ અને મહિલાઓને સ્વાસ્થ્ય બાબતે કાલોલ તાલુકા હેલ્થ ઓફિસર મીનીશ દોશી દ્વારા કિશોરીઓના આરોગ્ય લગતી વિવિધ પ્રકારની માહિતી આપી સાથે કિશોરીઓમાં શિક્ષણનું મહત્વ અને ઓપન સ્કૂલ માટેની જાણકારી માટે જગદીશભાઈ મકવાણા આચાર્ય જેતપુર એ સુંદર સમજ આપી હતી.કાલોલ તાલુકા આઇસીડીએસ વિભાગ દ્વારા વિવિધ પૌષ્ટિક વાનગીઓ,પોષણ અંગેનું પોસ્ટર,બેનર વગેરે દ્વારા પ્રચાર-પ્રસાર કરવામાં આવ્યો હતો. કિશોરીઓ અને મહિલાઓ સ્વરોજગાર અંગે જાણકારી આપવા માટે પોસ્ટ વિભાગ અને ગ્રામીણ બેંક તથા આઈટીઆઈ તરફથી અધિકારીઓએ જાણકારી આપી હતી તથા સ્ટોલ દ્વારા જરૂરી સાહિત્ય આપવામાં આવ્યું હતું.શિક્ષણ ક્ષેત્રે સફળ થયેલી કિશોરીઓએ પ્રાઈડ વોક કરી હતી તથા સુપોષિત કિશોરીઓને પૂર્ણા કપ અને સહભાગી થયેલી તમામ કિશોરીઓને કાલોલ વિધાનસભાના ધારાસભ્ય ફતેસિંહ ચૌહાણ સહિત ઉપસ્થિત મહાનુભાવો ના હસ્તે ઇનામ આપવામાં આવ્યું હતું.તથા સૌને સશક્ત અને સુપોષિત થવા અપીલ કરી હતી.આ કાર્યક્રમમાંથી અંદાજે ૫૦૦ ઉપરાંત મહિલાઓ અને કિશોરીઓએ ભાગ લીધો હતો. સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન ઇન્ચાર્જ સીડીપીઓ કાલોલ ઘટક-1 જ્યોતિબેન પી વાઘાણી અને ઇન્ચાર્જ સીડીપીઓ કાલોલ ઘટક-2 સ્વાતિબેન કે રોય દ્વારા સુંદર રીતે પાર પાડવામાં આવ્યું હતું.

[wptube id="1252022"]
Back to top button