
તારીખ ૫ જાન્યુઆરી
વાત્સલ્યમ્ સમાચાર
સાજીદ વાઘેલા કાલોલ
કાલોલ નગરના ભાગ્યોદય સોસાયટીમાં રહેતા ૩૪ વર્ષીય યુવાન નિલેશકુમાર (બીપીન) કશનાભાઇ સુથારીયા દ્વારા ગતરોજ તારીખ ૪ જાન્યુઆરીએ તેમનો જન્મદિવસ અનોખી રીતે ઉજવ્યો હતો.તેઓએ તેમના સમાજ ની જરૂરિયાતમંદ દીકરીઓ માટે લાંબાગાળા નું આયોજન કર્યું.જે થોડા દિવસ અગાઉ જ તેમના ભાઈ રાકેશ સુથારીયા ની દીકરીના પ્રથમ જન્મદિવસે તેઓએ સમાજની ૧૩ દીકરીઓ ને સુકન્યા સમૃદ્ધિ યોજના હેઠળ ખાતા ખોલાવી આપવામાં આવ્યા હતા.તેઓના જન્મદિવસે પણ તેમાં ૪ દીકરીઓ વધુ ઉમેરીને કુલ ૧૭ દીકરીઓને સુકન્યા સમૃદ્ધિ યોજના ના ખાતાઓની ભેટ આપવામાં આવી હતી.આ ૧૭ દીકરીઓ માટે તેઓ દર વર્ષે ૧૩૦૦/-રૂપિયા એક દીકરી દીઠ એટલે કે કુલ ૨૨૧૦૦/-રૂપિયા દરવર્ષે તેઓ પોતે ભરશે.આવી માતબર રકમ તેઓ ૧૫ વર્ષ સુધી ભરશે.જેથી દરેક દીકરીને પાકતી મુદતે (લગ્ન વયે)અંદાજિત ૬૦,૦૦૦/- રૂપિયા મળવા પાત્ર રહેશે.તેમના પિતા કશનાભાઈ લાલાભાઈ સુથારીયા અને માતા મીનાબેન કશનાભાઈ સુથારીયા પહેલેથી જ ધાર્મિક પ્રવૃતિના છે અને સમાજ પ્રત્યે સમર્પિત છે ત્યારે તેમના દીકરાઓએ પણ સમાજ સેવા ને અલગ રીતે આગળ વધારી છે.સમાજ સેવાનો આ અલગ અને અનોખી રાહ ચીંધી ને તેઓએ સમાજ ને ખુબ સુંદર સંદેશો આપ્યો છે અને સમાજ ની કુલ ૧૭ જરૂરિયાતમંદ દીકરીઓનું લાંબાગાળાનું આયોજન કરવા બદલ સમાજના આગેવાનોએ શુભેચ્છાઓ પાઠવી હતી.