KALOL(Panchamahal)PANCHMAHAL
કાલોલ તાલુકાની ઉતરેડિયા પ્રાથમિક શાળામાં સખી દાતાઓ તરફથી સ્વેટર વિતરણ નો કાર્યક્રમ યોજાયો.

તારીખ ૫ જાન્યુઆરી
વાત્સલ્યમ્ સમાચાર
સાજીદ વાઘેલા કાલોલ
કાલોલ તાલુકાની ઉતરેડિયા પ્રાથમિક શાળામાં સ્વેટર વિતરણ નો કાર્યક્રમ સખી દાતાઓ તરફથી કરવામાં આવ્યો હતો જેમાં ઉતરેડીયા પ્રાથમિક શાળાના એક થી પાંચ ના બાળકોને અમેરિકા સ્થિત દાતા મનુભાઈ પટેલ ના સહયોગથી રમેશભાઈ પટેલના હસ્તે ધોરણ એક થી પાંચ ના બાળકોને સ્વેટર વિતરણ કરવામાં આવ્યા હતા આ પ્રસંગે ગામના દાતા રંગીતસિંહ બારીયા, જયદિપસિંહ લકુમ અને હિતેન્દ્રસિંહ પરમાર ના સહયોગથી ધોરણ છ થી આઠ ના બાળકોને પણ સ્વેટર વિતરણ કરવાનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં પધારેલા ગ્રામજનોને તથા વાલીઓને રમેશભાઈ પટેલ દ્વારા બાળકના ઘડતરમાં શાળા શિક્ષક અને વાલીની જવાબદારી વિશે સમજાવવામાં આવ્યું હતું અને શાળામાં શિક્ષકોની કામગીરીને પણ બિરદાવવામાં આવી હતી.
[wptube id="1252022"]