
તા.૧૩.જાન્યુઆરી
વાત્સલ્યમ સમાચાર
કાદીર દાઢી.હાલોલ
હાલોલ વડોદરા હાઇવે ઉપર પંચમહાલ જિલ્લા પોલિસ ની હદ પુરી થાય છે ત્યાં જ એક સાથે ચાર વાહનો એક બીજા સાથે ભટકાતા સર્જાયેલા વિચિત્ર અકસ્માત માં વડોદરા તરફ જતા હાઇવે માર્ગ ઉપર ભારે ટ્રાફિક સર્જાયો હતો. અકસ્માત માં સદનસીબે કોઈ ને પણ ગંભીર ઇજાઓ થઈ ન હતી પરંતુ ચાર વાહનો ને ભારે નુકશાન થયું છે.એક કાર ચાલકે બ્રેક કરતા પાછળ આવી રહેલી અન્ય ત્રન કાર એક બીજાની પાછળ ભટકાઈ હતી.હાલોલ વડોદરા હાઇવે રોડ પર હોટેલ ગોલ્ડન પેલેસ પાસે વડોદરા, અમદાવાદ અને સુરત જઇ રહેલી ચાર કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. હાલોલ તરફ થી વડોદરા જઈ રહેલા એક મહિલા કોન્સ્ટેબલ ના પરિવાર નું વેન્યુ કાર ચાલકે ટ્રક ની સાઈડ કરવા જતાં આગળ રોડ ઉપર મુકવામાં આવેલ બેરીકેટ આવી જતા અચાનક બ્રેક કરતા તેની પાછળ અમદાવાદ જઈ રહેલા એક ઈસમ ની આઈ 10 કાર ભટકાઈ હતી અને તેની પાછળ દાહોદ થી સુરત જઇ રહેલા એક પરિવાર ની બલેનો કાર ધડાકા ભેર ભટકાઈ હતી.ત્રણ વાહનો એક સાથે ભટકાયા બાદ વડોદરા જઇ રહેલી એક સ્વીફ્ટ કાર પણ બલેનો ની પાછળ ઘુસી જતા એક સાથે ચાર કાર એક બીજા સાથે ભટકાતા વિચિત્ર અકસ્માત સર્જાયો હતો.અકસ્માત સ્થળે ટ્રાફિક પોઇન્ટ હોવાથી હાઇવે ઉપર ભારે ટ્રાફિક સર્જાયો હતો.બનાવ ની જાણ થતાં હાલોલ રૂરલ પોલીસે ઘટના સ્થળે દોડી આવી વડોદરા તરફ નો ટ્રાફિક સર્વિસ રોડ ઉપર ડાયવર્ટ કરાવતા અડધો કલાક બાદ ટ્રાફિક હળવો થયો હતો.એક સાથે ચાર કાર એકબીજા પાછળ ઘુસી જતા સર્જાયેલા વિચિત્ર અકસ્માત બાદ બે કાર માં પરિવાર હતા અને બે કાર માં ચાલકો એકલા હતા તમામ વચ્ચે ભારે ચકમક અને બોલબોલી થતા પોલીસે દરમ્યાનગિરી કરવી પડી હતી. જો કે અકસ્માત માં કોઈ ને ગંભીર ઇજાઓ થઈ ન હતી. પરંતુ સામાન્ય ઇજાઓ સાથે ચાલી શકે તેવા વાહનો માં વેન્યુ અને બલેનો ના ચાલકો પોતાના વાહનો લઈ રવાના થયા હતા.