KALOL(Panchamahal)PANCHMAHAL

કાલોલ નાં આધેડની કેફી પીણું પી ગળાના અને કાંડાના ભાગે તીક્ષ્ણ હથિયારના ઘા કરી આત્મહત્યાની કોશિશ

તારીખ ૨ જાન્યુઆરી

વાત્સલ્યમ્ સમાચાર

સાજીદ વાઘેલા કાલોલ

કાલોલ ના ભાવેશભાઈ પ્રમોદભાઈ દેસાઈ ઉ. વ.૫૨ કે જેઓ દોઢ બે માસ અગાઉ પરિવાર સહિત અમેરિકા ગયા હતા પરંતુ અમેરિકાથી તેઓ એકલા પરત આવ્યા હતા ગત તા ૦૧/૦૧/૨૩ ના રોજ તેઓએ પોતાના ત્રણ ફાનસ ચાર રસ્તા પર આવેલ ઘરમાં સવારના ૯:૩૦ કલાકની આસપાસ કેફી પીણું પી અને પોતાના જ ડાબા હાથનાં કાંડા પર અને ગળા ના ભાગે કોઈક તીક્ષ્ણ હથિયાર વડે ધા કરી આત્મહત્યાની કોશિશ કરી જેઓને કામવાળી બાઈ એ લોહી લુહાણ હાલતમાં જોતા તાત્કાલિક સારવાર માટે વડોદરા ખાનગી હોસ્પિટલ ખાતે બપોર નાં ૧૧:૫૫ કલાકે ખસેડવામાં આવ્યા હતા ઘટના સ્થળે થી સ્યુસાઇડ નોટ પણ મળી આવેલ છે. જેમાં પોતે ડિપ્રેશન માં આ પગલુ ભર્યુ હોવાનું જણાવ્યું છે.હાલ તેઓને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા છે અને આ બાબતની જાણ વડોદરા ની ખાનગી હોસ્પિટલ નાં ડોકટર દ્વારા કાલોલ પોલીસ મથકે કરતા પોલીસે જાણવા જોગ નોધ કરી આગળની તપાસ એએસસાઈ પરવતસીંહ સોલંકી દ્વારા કરવામાં આવી રહી છે.

[wptube id="1252022"]
Back to top button