KALOL(Panchamahal)PANCHMAHAL

કાલોલ તાલુકા ની બોરુ રિફાઇ પબ્લિક સ્કૂલ માં સ્પોર્ટ ડે નો ભવ્ય રંગારંગ કાર્યક્રમ યોજાયો.

તારીખ ૩ જાન્યુઆરી

વાત્સલ્યમ્ સમાચાર

સાજીદ વાઘેલા કાલોલ

કાલોલ તાલુકાના બોરુ ખાતે આવેલ રિફાઈ પબ્લિક સ્કૂલમાં આજરોજ સ્પોર્ટ ડેની રંગારંગ કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી હતી.જેમાં ચીફ ગેસ્ટ તરીકે ઉશ્માનભાઇ મલાની તથા શાળાના સસ્થાપક હઝરત સૈયદ કમાલુદ્દીન મઝરૂલ્લાહ રિફાઇ અને હઝરત નયૈરબાબા રિફાઇ સાહેબની પ્રેરક ઉપસ્થિતિમાં દશ મો વાર્ષિક રમતગમત દિવસ નો શુભારંભ કરવામાં આવ્યો હતો.કાર્યક્રમમાં વીશાળ સંખ્યામાં શાળાના બાળકો,વાલીઓ, ગ્રામજનો,શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા.શાળાના આચાર્યે રમતોત્સવ વિશે રૂપરેખા આપી સુંદર આયોજનની સમજ આપી હતી.શાળાના સ્પોર્ટ ટીચર અને શિક્ષકોએ બાળકોને વિવિધ સ્પર્ધાઓમાં વિવિધ રમતો રમાડી હતી જેમાં કરાટે,રસ્સાખેંચ, દોડ,ઉચોકુંદકો,લાંબો કૂદકો જેવી અનેક રમતો રમાડવામાં આવી હતી.સ્પર્ધાઓના અંતે વિજેતાઓને ઇનામ આપી પ્રોત્સાહન આપવામાં આવ્યું હતું.સમારંભમાં મુખ્ય મહેમાન ઉશ્માનભાઇ મલાની એ ભણતર સાથે રમતનું જીવનમાં મહત્વ વિશે સુંદર ઉદબોધન કર્યું હતું.અંતે હઝરત સૈયદ કમાલુદ્દીન મઝરૂલ્લાહ રિફાઇ સાહેબે સ્કૂલની કામયાબી માટે ખાસ દુવા માગી હતી સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન સૈયદ સોયબબાબા દ્વારા ખૂબજ સુંદર રીતે પાર પાડવામાં આવ્યું હતું.

[wptube id="1252022"]
Back to top button