KALOL(Panchamahal)PANCHMAHAL
ઉદલપુર ગામે મહાલક્ષ્મી પેટ્રોલ પંપે વનવિભાગ અને ફ્રેંડ્સ ઓફ એનિમલ્સની ટીમ દ્વારા પાંચ ફૂટનો મગર ઝડપાયો

તારીખ ૧૬ ફેબ્રુઆરી
વાત્સલ્યમ્ સમાચાર
સાજીદ વાઘેલા કાલોલ
ગોધરા તાલુકાના ઉદલપુર ગામે ફાટક નજીક એક પેટ્રોલ પમ્પ આવેલ છે જે લગભગ ૧૨:૩૦ કલાકે ફ્રેંડ્સ ઓફ એનિમલ્સના સભ્ય રામસિંહભાઈનો એનજીઓના પ્રમુખ પ્રહલાદભાઈ પરમાર પર ફોન આવ્યો કે નર્મદા મેજર કેનાલમાંથી એક પાંચ ફૂટનો અને અંદાજે ૧૫૦ કિલો વજન ધરાવતો મગર બહાર આવી ગયો છે. પ્રહલાદભાઈ એ ગોધરાના ફોરેસ્ટર સંદીપભાઈ પરમારને જાણ કરી હતી.અને ટીમમાંથી રામસિંહભાઈ અને કૌશિકભાઈને મોકલી આપ્યા હતા.વન વિભાગમાંથી સંદીપભાઈ અને તેમની ટીમ સાથે આવી હતી. લગભગ ત્રણ કલાકની ભારે જહેમત બાદ રેસ્ક્યુ કરવામાં સફળતા મળી હતી જેમાં મગરને રેસ્ક્યુ કર્યા બાદ તેનું પ્રાથમિક તપાસ કરી વનવિભાગને સુપ્રત કરવામાં આવ્યો હતો.

[wptube id="1252022"]









