પાલનપુર તાલુકાના બાદરપુરા(ભૂતેડી)ગામમાં બનાસકાંઠાના લોકપ્રિય સાંસદસભ્યશ્રી અને જીલ્લા કલેકટર શ્રીની અધ્યક્ષતામાં “વિકસિત ભારત સંકલ્પ યાત્રા” આગમન અને સ્વાગત સમારોહ કાર્યક્રમ યોજાયેલ


18 ડિસેમ્બર વાત્સલ્યમ્ દૈનિક સમાચાર સુભાષભાઈ વ્યાસ પાલનપુર બનાસકાંઠા
પાલનપુર તાલુકાના બાદરપુરા(ભૂતેડી)ગામમાં “વિકસિત ભારત સંકલ્પ યાત્રા” આગમન અને સ્વાગત સમારોહ કાર્યક્રમ પ્રસંગે સાંસદશ્રી જણાવ્યું કે, વિકાસ એ સતત ચાલતી પ્રક્રિયા છે. આપણા યશસ્વી વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીની ગેરંટી વાળી ગાડી ગામે ગામ ફરી રહી છે. સરકાર જ્યારે આપણા આંગણે આવતી હોય ત્યારે આપણે પણ તેનો લાભ લેવો જોઈએ. વિકાસના આ પ્રવાહમાં સમાજનો દરેક વર્ગ અને દરેક નાગરિક જોડાય તોજ શ્રેષ્ઠ વિકાસ થાય.સાંસદ સભ્યશ્રીએ વધુમાં જણાવ્યું કે, વર્ષ ૨૦૪૭ માં ભારત જ્યારે વિકસિત રાષ્ટ્ર બનવા જઇ રહ્યુ છે ત્યારે આળસમાં ન રહેવું જોઈએ આપણે વિકાસ માટે જાગૃત થવું પડે અને આપણી સંસ્કૃતિ માં આંગળી ચીંધ્યાનું પણ પુણ્ય મળે એવું કહેવાય છે, તો આપણી આજુબાજુ પડોશમાં કોઈપણ વ્યક્તિ સરકારી લાભથી વંચિત ન રહી જાય એ જોવા અનુરોધ કર્યો હતો. કાર્યક્રમ અંતર્ગત સાંસદ સભ્યશ્રી પરબતભાઈ પટેલ અને જિલ્લા કલેકટર વરુણકુમાર સર શ્રી અને મંચસ્થ મહાનુભાવોના હસ્તે લાભાર્થીઓને આયુષ્યમાન ભારત કાર્ડ, આભા કાર્ડ, દિવ્યાંગ કાર્ડ, સહિતના કાર્ડ વિતરણ કરવામાં આવ્યા હતા. તેમજ પ્રધાનમંત્રી આવાસ યોજનાના લાભાર્થીને ઘરની ચાવી, ટી.બી.ના દર્દીઓને પોષણ કીટ, માતૃશક્તિ પોષણ કીટ સહિત વિવિધ યોજનાની સહાય કીટ વિતરણ કરવામાં આવી હતી. તેમજ ડ્રોન દ્વારા દવાના છાંટકાવનું નિદર્શન નિહાળવામાં આવ્યું હતું.આ પ્રસંગે સંગઠનના જિલ્લા મંત્રીશ્રી અમરીશપુરી ગોસ્વામી, એપીએમસી પાલનપુરના વાઇસ ચેરમેનશ્રી ભગુભાઈ, કમલેશભાઈ ઠાકોર , પ્રાંત અધિકારી શ્રી, મામલતદાર સાહેબશ્રી , સરપંચશ્રી સહિતના આગેવાનો અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન ભૂતેડી પ્રા.આ.કે.ના આરોગ્ય કર્મચારી પ્રકાશકુમાર શ્રીમાળી દ્વારા કરવામાં આવ્યું હતું.









