
તા.૧૩.જાન્યુઆરી
વાત્સલ્યમ સમાચાર
કાદીર દાઢી.હાલોલ
હાલોલની એમ.જી.એમ સ્કૂલ ધ્વારા સ્કૂલનો 42 માં વાર્ષિક દિવસ સ્કૂલના પટાંગણમાં ઉજવવા મા આવ્યો હતો.જેની થિમ આઝાદી કા અમૃત મહોત્સવ હતું.આ પ્રસંગે હાલોલના ધારાસભ્ય જયદ્રથસિંહજી પરમાર તથા મયુરધ્વજસિંહજી પરમાર, બરોડા એમ.જી.એમ સ્કૂલ ના ફાધર જોજી ઉપસ્થિત રહ્યા હતા.અને મહેમાનો ધ્વારા દિપ પ્રાગટય કરવામા આવ્યું હતું.જ્યારે સ્કૂલના સીનીયર ટીચર ધ્વારા મહેમાનોને આવકારી શબ્દો થી તથા બુકે થી સ્વાગત કરવામાં આવ્યું હતું.આ પ્રસંગે સ્કૂલના આચાર્ય ફાધર મનુ વર્ગીસ જેકોબ ધ્વારા સ્કૂલ નો વાર્ષિક અહેવાલ રજૂ કરવા મા આવ્યો હતો.જ્યારે ધારાસભ્ય જયદ્રથસિંહજી પરમારે પણ વિદ્યાર્થીમા રહેલી આંતરિક શક્તિઓ જાગૃત થાય અને જીવન મા પ્રગતિ કરે તેવું પ્રેરણાસ્પદ વક્તત્વ આપ્યું હતું.સ્કૂલ ના તેજસ્વી વિદ્યાર્થી આને પણ પ્રમાણ પત્ર એનાયત કરવામા આવ્યાં હતાં.અને આ સમગ્ર કાર્યક્રમ શાંતિપૂર્ણ વાતાવરણમાં સમાપ્ત થયો હતો.