HALOLPANCHMAHAL

હાલોલ વૈષ્ણવ સંપ્રદાય દ્વારા મહારાજ ફિલ્મ ના વિરોધમાં હાલોલ પ્રાંત અધિકારી તેમજ હાલોલ પોલીસ મથકે આવેદનપત્ર આપી તેઓની વિરુદ્ધ ગુનો દાખલ કરવા માંગ કરી

રિપોર્ટર. કાદિર દાઢી.હાલોલ

તા.૧૮.૬.૨૦૨૪

હાલોલ પુષ્ટિ સંપ્રદાય વૈષ્ણવો મંદિર ફળિયા ખાતે મોટી સંખ્યામાં એકત્રિત થઇ આજે મંગળવારે બપોરે ૧૨ કલાકે યશરાજ ફિલ્મ્સ દ્વારા પ્રોડકશન કરવામાં આવેલ મહારાજ ફિલ્મ ના વિરોધમાં હાલોલ પ્રાંત અધિકારી તેમજ હાલોલ પોલીસ મથક ના પી.આઈ ને આવેદનપત્ર આપી તેઓની વિરુદ્ધ ગુનો દાખલ કરવા માંગ કરી હતી.હિન્દી ફિલ્મો બનાવતી પ્રોડક્શન કંપની યશરાજ ફિલ્મ્સ પ્રાઇવેટ લિમિટેડ કંપની દ્વારા કોઈ પણ જાતના એક પણ માધ્યમ પર ટ્રેલર રિલીઝ કર્યા વિના કે કોઈ પણ જાતના પ્રચાર પ્રસાર કે જાહેરાત વિના ગુપચુપ રીતે તારીખ 14 મી જૂન ના રોજ ઓટીટી પ્લેટફોર્મના નેટ ફ્લિક્સ પર હિન્દી ફિલ્મો બનાવતી યશરાજ ફિલ્મ્સ પ્રા.લી.કંપની દ્વારા સૌરભ શાહ દ્વારા લખાયેલી મહારાજ પુસ્તક ઉપરથી અને તે પુસ્તક આર.આર.શેઠ એન્ડ કંપની પ્રાઇવેટ લિમિટેડ દ્વારા પ્રકાશિત કરવામાં આવ્યું છે તેના આધારે મહારાજ નામની ફિલ્મ રિલીઝ કરવામાં આવી છે.મહારાજ ફિલ્મમાં સમગ્ર વિશ્વના કરોડો ભક્તોના આરાધ્યા ભગવાન શ્રીકૃષ્ણની છબીને પૃષ્ઠભૂમિમાં બતાવી હિન્દુ ધર્મના ધર્મગુરુને ખૂબ જ ગંદી અને ખોટી રીતે ફિલ્મમાં દર્શાવી ધર્મગુરુને ખોટી રીતે ફિલ્મમાં ચિત્રિત કરી વિશ્વના કરોડો હિન્દુઓના હૃદયમાં વસેલા અને તેઓના હૃદય પર રાજ કરનાર ભગવાન શ્રીકૃષ્ણની છબીને ખોટી રીતે બતાવી ધર્મગુરુના પાત્રને ગંદી રીતે બતાવવાનો હિન પ્રયાસ કરાયો છે.જેને લઈને સમસ્ત સનાતન ધર્મમાં માનનારા તમામ હિન્દુઓ સહિત સમસ્ત વિશ્વના વૈષ્ણવ સંપ્રદાય સાથે જોડાયેલા તમામ હિન્દુ ધર્મના લોકોની ભાવનાઓને ઠેસ પહોંચાડવાની કોશિશ કરવામાં આવી છે.જેને લઇને સમગ્ર વિશ્વભરમાં રહેતા તેમજ ભારતભરના અને ગુજરાત રાજ્યના તમામ વૈષ્ણવ સંપ્રદાય સાથે જોડાયેલા લોકોમાં મહારાજ ફિલ્મ તેમજ તેના બેનરને લઈને ભારે વિરોધ સાથે ગુસ્સો પેદા થવા પામ્યો છે.જેને લઈને સમગ્ર ગુજરાત રાજ્ય સહિત દેશભરમાં તે ફિલ્મ બનાવનાર ડાયરેક્ટર તેમજ કલાકારો તેમજ તે ફિલ્મ સાથે જોડાયેલા તમામ લોકો સામે ભારે રોષ પ્રગટ કરી તે ફિલ્મ પ્રસિદ્ધ ન થવા ની માંગ સાથે તેઓ સામે ગુનો નોંધી કાયદેસર ની કાર્યવાહી કરવા માટે આજે હાલોલ વૈષ્ણવો દ્વારા હાલોલ પ્રાંત અધિકારી પ્રણવ વિઠાણી અને હાલોલ પોલીસ મથકના પીઆઇ કે.એ.ચૌધરી ને આવેદનપત્ર આપી રજુવાત કરી હતી.જોકે બંને અધિકારીઓ એ તેમની માંગણી સ્વીકારાય તેવા પ્રયાસો કરવામાં આવશે તેવી હૈયા ધારણા આપી હતી.

[wptube id="1252022"]
Back to top button