HALOLPANCHMAHAL

હાલોલ રૂરલ પોલીસે બાસ્કા ગામેથી 12 લાખ ઉપરાંત નો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડયો,એક ઇસમની કરી અટકાયત

રિપોર્ટર. કાદિર દાઢી.હાલોલ

તા.૧૮.૬.૨૦૨૪

હાલોલ રૂરલ પોલીસે ચોક્કસ બાતમીના આધારે બાસ્કા હળદર સોસાયટી તથા ઉજેતી રોડ પર આવેલ ગોડાઉન માંથી રૂ.12.24 લાખ નો ભારતીય બનાવટની 255 પેટી નો જથ્થો અને રૂ.2 લાખનો ટેમ્પો મળી કુલ 14.24 લાખ રૂપિયાના મુદ્દામાંલ સાથે એક આરોપીને ઝડપી પાડી અન્ય બે વોન્ટેડ આરોપીઓ સામે પ્રોહિબિશન એક્ટની કલમ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.પ્રાપ્ત વિગતો અનુસાર હાલોલ રૂરલ પોલીસને મળેલ ચોક્કસ બાકીના આધારે તાલુકાના બાસ્કા ગામ ખાતે આવેલ હલદર સોસાયટીમાં તેમજ ઉજેતી રોડ પર આવેલ ઋષી ઇન્ડસ્ટ્રીઝ ના ગોડાઉનમાં પોલીસે છાપો મારતા પ્લાસ્ટિકના કવાટરીયાની 255 પેટીમા કુલ 12,240 કવાટરીયા જેની કિંમત 12,24,000/- રૂપિયા તેમજ એક ટેમ્પો જેની કિંમત 2,00,00/- રૂપિયા આમ કુલ મળી 14,24,00/- રૂપિયાના મુદ્દામાલ સાથે ઋષિ ઇન્ડસ્ટ્રીઝ ગોડાઉન ઉજેતી રોડ બાસ્કાના માલિક જીગ્નેશભાઈ જી પંચાલ રહે.ગોકુલધામ સોસાયટી, હાલોલ ને ઝડપી પાડવામાં આવ્યો હતો.જ્યારે અન્ય આરોપી રમેશ પુનમા રામ રહે. નરાલી, ઝોટડા જાલોર, રાજસ્થાન તેમજ અન્ય એક રમેશ રામ નો મિત્ર ને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે.આમ હાલોલ રૂરલ પોલીસ ને દારૂના મોટા જથ્થા સાથે તે આરોપીને ઝડપી પાડવામાં સફળતા મળી છે.જોકે પોલીસ સૂત્રો પાસેથી જાણવા મળતી માહિતી મુજબ આ વિદેશી દારૂના જથ્થાના સપ્લાયમાં બિશ્નોઇ ગેંગ સાથે આરોપીઓ સંકળાયેલા હોવાની શક્યતાઓ પણ પોલીસ દ્વારા ચકાસાઈ રહી છે.જ્યારે પ્રાથમિક તબક્કે આ વિદેશી દારૂનો જથ્થો ગોવા તરફથી આવ્યો હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. પોલીસે બનાવ સંદર્ભે ગુનો નોધી વધુ તપાસ હાથ ધરી છે.

[wptube id="1252022"]
Back to top button