HALOLPANCHMAHAL

હાલોલ-પત્નિ પાસેથી મોબાઇલ મળી આવતા બોલાચાલી થઈ..અને પતિએ પાવાગઢની ખીણમા ભૂસ્કો મારી મોત વ્હાલુ કર્યુ

રિપોર્ટર. કાદિર દાઢી.હાલોલ

તા.૧૮.૬.૨૦૨૪

હાલોલ તાલુકાના ટાઢોડિયા ગામના સરપંચ ફળીયામાં રહેતા યુવાન ને પોતાની પત્ની સાથે મોબાઈલ ઉપર વાતચીત કરવા બાબતે થયેલ બોલાચાલી ને લઇ તે વાત યુવાનને લાગી આવતા યાત્રાધામ પાવાગઢ ખાતે છાપરા જવેરી મહેલ પાસે પોતાનું બાઇક મૂકી ખુણીયા મહાદેવ ના મંદિર ની પાછળ આવેલી ઉંડી ખીણમાં કૂદી પડી મોતને ભેટતા બનાવ અંગે પાવાગઢ પોલીસે અક્સ્માત મોતનો ગુનો નોધી વધુ તપાસ હાથ ધરી છે.પ્રાપ્ત વિગતો અનુસાર હાલોલ તાલુકાના ટાઢોડિયા ગામમા રહેતા અશોકભાઈ લક્ષ્મણભાઈ બારીયાનો મોટો દીકરો સુનિલ અશોકભાઈ બારીયા ઉ.વ.૨૧ નાઓનું આથી બે મહિના પહેલા જ કિંજલબેન સાથે લગ્ન થયા હતા અને તેઓનુ દામ્પત્ય જીવન સારી રીતે ચાલતું હતું પરંતુ બે દિવસ પહેલા સુનીલે એની પત્ની કિંજલ પાસેથી મોબાઇલ મળી આવતા સુનિલ તેમજ તેની પત્ની કિંજલ વચ્ચે મોબાઈલ બાબતે બોલાચાલી તકરાર થઇ હતી.ગતરોજ સોમવારના દિવસે સવારે ૬ વાગે સુનિલ નોકરી પર જવ છું તેમ કહી ઘરેથી નીકળ્યો હતો.અને ૯ વાગે પરત પાછો આવ્યો હતો ત્યારબાદ બપોર પછી ઘરે કોઈને કહ્યા વગર જતો રહ્યો હતો.અને તેઓ મોડે સાંજ સુધી ઘરે પરત ન આવતા તેની શોધખોળ કરતા રાત્રીના એક વાગ્યા સુધી તપાસ કરતા મળી આવ્યો ન હતો.જેથી સગા સંબધીઓને જણાવેલ કે સુનિલ ઘરેથી કહ્યા વગર જતો રહ્યો છે તેઓ પણ સુનિલ ની શોધખોળ માં હતા દરમ્યાન આજે સવારે સુનીલના પિતાને તેમના સંબધીનો ફોન આવ્યો હતો અને તેઓએ જણાવ્યું હતું કે તમારી મોટર સાયકલ પાવાગઢ ડુંગર ઉપર ખાપરા ઝવેરિ ના મહેલ આગળ રોડની સાઈડમાં પડેલ છે જેથી સુનીલના પરીવાર જનો સગા સંબધીઓ અને તેના મિત્રો પાવાગઢ ખાતે દોડી આવ્યા હતા અને જે સ્થળે બાઇક મૂકી હતી તેની આજુબાજુ શોધખોળ ચાલુ કરી હતી.ત્યારે ખુનીયા મહાદેવના મંદિરની પાછળ ખીણમાં સુનિલ ના જેવા કપડા જોવા મળતા નીચે ઉતરી તપાસ કરતા અન્ય કોઈ નહિ પરંતુ સુનિલ જ મરણ ગયેલ હાલતમાં પડ્યો હતો અને તેના શરીરના તથા માથાના ભાગે ઈજાઓ થઈ હતી જેથી સુનીલના મરતુદેહ ને બહાર કાઢી હાલોલના રેફરલ હોસ્પિટલ ખાતે લઇ આવ્યા હતા બનાવ અંગે ની જાણ પાવાગઢ પોલીસને કરતા તેઓ ઘટના સ્થળે તેમજ રેફરલ હોસ્પિટલ ખાતે દોડી આવી અક્સ્માત મોતનો ગુનો નોધી તપાસ હાથ ધરી છે.પોતાની પત્ની પાસેથી મોબાઇલ મળી આવતા તે મોબાઈલ નો ઉપયોગ કોની સાથે વાતચીત કરવા માટે ક્યાંથી લાવી હશે તેવા અનેક શંકાકુ શંકા ને લઇ મોબાઈલ પર વાતચીત કરવાનો લઇ નાનકડી બાબતે બનાવમાં ભોગ બનનાર યુવકને લાગી આવતા ખીણમાં કૂદી પડી મોતને ભેટયો હતો.

[wptube id="1252022"]
Back to top button