
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ

ડાંગ જિલ્લાનાં પ્રવેશદ્વાર વઘઈ ખાતે આવેલ કોમ્યુનિટી હોલ ખાતે શિવાજી મહારાજની જન્મ જયંતી નિમિત્તે શિવાજી ચોક મિત્ર મંડળ વઘઈ અને ઈન્ડીયન રેડ ક્રોસ સોસાયટી વલસાડનાં સંયુક્ત ઉપક્રમે રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યુ હતુ.જે રક્તદાન શિબિરનાં કાર્યક્રમની શરૂઆતમાં માજી જીલ્લા પંચાયત પ્રમુખ મંગળભાઈ ગાવિત વઘઈ તાલુકા પંચાયત પ્રમુખ ચંદરભાઈ ગાવિતનાં હસ્તે દિપ પ્રાગટય કરી રક્તદાન કેમ્પને ખુલ્લો મુકવામાં આવ્યો હતો.જેમાં નગરનાં યુવાનોએ રક્તદાન એ મહાનદાન રક્તદાન એજ જીવનદાન ના સંકલ્પ સાથે મોટી સંખ્યા યુવાનો એ રક્તદાન કર્યું હતુ.જ્યારે લોકો હજી પણ રક્તદાન શિબિરમાં જોડાઈ ને રક્તદાન કરે એવી પ્રેરણા સાથે વઘઈ પોલીસ સહિત જુદા જુદા સરકારી વિભાગ ના કર્મયોગી એ પણ રક્તદાન કરી ઉમદા કાર્ય કર્યું હતુ.આ રક્તદાન શિબિરમાં ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી વલસાડ દ્વારા આ રક્તદાન શિબિર માં કુલ ૨૫ બોટલ એકત્રીત કરવામાં આવી હતી જ્યારે આ રક્તદાન શિબિર કાર્યક્રમ ને સફળ બનાવવા માટે શિવાજી ચોકનાં યુવા કાર્યકરો એ ભારે જહેમત ઉઠાવી હતી.તેવીજ રીતે ડાંગ જિલ્લાનાં વહીવટી મથક આહવા ખાતે પણ શિવાજી મહારાજની જન્મ જ્યંતી નિમિત્તે કાર્યક્રમો યોજાયા હતા.આહવા નગરમાં શિવાજી મહારાજની જન્મ જ્યંતી નિમિત્તે ઠેરઠેર ધ્વજાનું આરોહણ કરી શિવાજી મહારાજની જન્મજયંતિને વધાવી હતી..









