
વાંસદાના બારતાડ ગામે ગ્રામ પંચાયતના મકાનનું કામ અધૂરૂ
—————–
પેટા:હાઈલાઈટ
ગ્રા.પં. મકાનનું બાંધકામ બે માસથી ઠપ્પ થતા કામગીરી અધૂરી પડી આ અંગે જવાબદાર કોન્ટ્રાકટર પર કોઈ કાર્યવાહી થશે કે કેમ તે જોવું રહ્યું.?
——-
વાંસદા તાલુકાના બારતાડ ખાતે અંદાજીત ૧૪ લાખ ખર્ચે મંજૂર થયેલ પંચાયત મકાનનું બાંધકામ છેલ્લા બે મહિનાથી કોન્ટ્રાક્ટરના પાપે ખોરંભે પડી જવા પામ્યુ છે. આ અંગે સરપંચે કોન્ટ્રકટરને કામચાલુ કરવા અનેક વખત જાણ કરી તેમ છતાં કોન્ટ્રકટર ખોટી ખોટી હૈયાધારણા આપતા બે મહિનાથી કોન્ટ્રાકટર મકાનની કામગીરી ટલ્લે ચઢાવતા અરજદારોને પારાવાર મુશ્કેલીમાં વધારો થયો છે.જેને લઈ તંત્ર દ્વારા કોન્ટ્રકટર પાસે તાત્કાલિક ધોરણે કામ પૂરું કરવામાં આવે એવી લોકમાંગ ઉઠવા પામી છે. વાંસદાના બારતાડ ખાતે છેલ્લા ઘણા સમયથી અગાઉનું ગ્રા.પં.નું મકાન ખખડધજ અને બિસ્માર હાલતમાં હતું. ત્યારે પંચાયત નવીન બને અને તલાટી સરપંચ તેમજ ગ્રામજનોને સુવિધાઓ મળે તે હેતુથી વારંવાર રજૂઆત બાદ વહીવટી તંત્ર દ્વારા અંદાજે ૧૪ લાખના ખર્ચે મકાન મંજૂર કર્યા બાદ કામ શરૂ કર્યુ હતું કોન્ટ્રકટરે થોડો સમય રાબેતા મુજબ કામ કર્યા બાદ આ કોન્ટ્રાક્ટરે ચણતર સહિત સ્લેબ જેવી કામગીરીમાં ધૂળિયા-રેતી વાપરતો હોવાના આક્ષેપો સાથે ગ્રામજનો એ હોબાળો મચાવતા સરપંચે તાત્કાલિક કામગિરી બંધ કરાવી કોન્ટ્રકટર ને સૂચના આપી સારી ગુણવત્તાની રેતી વાપરવાનું કહેતા જ કોન્ટ્રકટરે કામગીરી જ બંધ કરી દીધી હતી નવાઈની વાત તો એ છેકે કોન્ટ્રાક્ટરે કામગિરી બંધ કરીને બે મહિના સુધી નજરે નહિ પડતા મકાનનું કામ ખોરંભે ચઢતા ગ્રામજનોમાં ભારે રોષ ફેલાયો છે બે મહિનાથી મકાનની કામગિરી ટલ્લે ચઢવાતા કામગીરી અટકી પડી છે. ત્યારે તંત્ર, વિકાસ વિકાસની વાતો કરે દેશના પ્રધાનમંત્રી મોડલ ગ્રા.પં.ની વાતો કરે છે. પરંતુ જે ગ્રા.પં.નું કામ છેલ્લા ૨ માસથી બંધ છતાંય કોન્ટ્રાકટરના કશું ઠેકાણા ન હોય તો આ કેવો વહીવટની ગામે ભારે ચર્ચાઓ ઉઠી છે. હવે આ નવા વર્ષમાં ગ્રા.પં.ત બનશે કે નહી તે જોવું રહ્યું કોન્ટ્રાકટર મૌન ધારણ કરી લેતા અંદાજીત ૧૪ લાખના ખર્ચે બનતું આ મકાન અધૂરૂ પડી રહેતા જિલ્લાનુ તંત્ર કામગીરી બાબતે ધ્યાન આપેતો વહેલી તકે મકાનની કામગીરી પૂર્ણ થઈ શકે તેમ છે.
Box..1…..
આ રેતીની ગુણવત્તા યોગ્ય ન હોવાથી કામ બંધ કરાવવા માટે કોન્ટ્રાક્ટરને જણાવ્યું હતું કામગીરીમાં વાપરવામાં આવતી રેતીમાં પણાનો ભાગ વધુ હોવાથી હલકી કક્ષાની રેતી વપરાતી હોવાથી નવા મકાનના બાંધકામની ગુણવત્તા સામે સવાલો ઉભા થતા સરપંચે કોન્ટ્રાકટરને રેતી બદલવા માટે જણાવ્યુ હતું. અને સારી ગુણવત્તાની રેતી વાપરવા તાકીદ પણ કરી હતી [ સરપંચ ગિતાબેન દિલીપભાઈ ફૂંકણા ]
Box..2……
ગ્રામ પંચાયતના નવા મકાન નિર્માણમાં કોન્ટ્રકટર હલકી કક્ષાના મટિરિયલ વપરાતા સરપંચને મૌખિક ફરિયાદ કરી હતી તેમ છતાં કોનટ્રાકટરે પોતાની મનમાની ચલાવી ફરી માટી મિશ્રિત રેતી વાપરીને કન્ટ્રક્શનનું ઘણું બધું કામ કરેલ હોવાથી આ કામગીરીનું ટેસ્ટિંગ કરાવી યોગ્ય કાર્યવાહી કરે એવી અમારી ગ્રામજનો વતી માંગ છે.
[ સ્થાનિક વિનોદભાઈ ગામીત ]
Box…3……..
જૂનું મકાન તોડી નાખ્યા બાદ ગામની પંચાયતની વહીવટી કામગીરી અવાર-નવાર પં..ની મીટિંગ યોજવામાં પણ ઘણી હાલાકી વેઠવી પડે છે. ઉપરાંત ગ્રા.પં.ના રેકર્ડ પણ સાચવવામાં ભારે હાડમારી વેઠવી પડે છે. ગામમાં વિવિધ કામગીરી અર્થે આવતા અરજદારોએ પણ મુશ્કેલીઓ વેઠવી પડે છે.વહેલી તકે નવા મકાનની બાકી રહેલ કામગીરી શરૂ થવી જોઈએ [બારતાડ ડે.સરપંચ અશોકભાઈ ગામીત ]