NAVSARI

નવસારી:MGG જનરલ હોસ્પિટલમાં સાતમાં માસે ૭૪૦ ગ્રામ વજન સાથે જન્મેલા બાળકને લાંબી સારવાર બાદ નવજીવન મળ્યું

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ નવસારી

માતા સિકલ સેલની બીમારીથી પીડિત હોવાથી બાળકને નાનીએ કાંગારૂ મધર કેર દ્વારા માતાનો સ્નેહ અને હુંફ આપી.નવસારીના નજીકના ગામમાં રહેતા એક પરિવારમાં પારણું બંધાતા હર્ષોલ્લાસની લાગણી પ્રસરી ગઇ હતી. પણ, સાતમા માસે માત્ર ૭૪૦ ગ્રામ વજન સાથે શિશુ જન્મ પામતાં માતા અનિતાબેન ( નામ બદલ્યું છે) તેમજ સમગ્ર પરિવાર ખૂબ જ ચિંતાતુર હતાં. નવસારી એમ.જી.જી. જનરલ હોસ્પિટલમાં બાળક અધૂરા માસે જન્મેલ હોવાથી સ્થાનિક તબીબો માટે પણ તેમની કાળજી રાખી સ્વસ્થ જીવન માટે સારવાર આપવી પડકારજનક હતી. જે માટે બાળકને તબીબોએ સતત ૭૫ દિવસ સુધી સઘન સારવાર આપી નવજીવન આપ્યું હતું.
લાંબી સારવાર બાદ બાળકીના સુધરેલા સ્વાસ્થ્યથી ભાવવિભોર થયેલી માતા અનિતાબેન કહે છે કે, મારી દિકરી અધુરા મહિને જન્મી હતી જેના પરિણામે અમે સતત ૭૫ દિવસ સુધી નવસારી ખાતેની એમ.જી.જી. જનરલ હોસ્પિટલમાં સારવાર અર્થે રહ્યા હતાં. એમ.જી.જી. જનરલ હોસ્પિટલમાં મારી અને મારી દિકરીની સારી સારસંભાળ રાખવામાં આવી હતી. સાથે અમને સારુ ભોજન અને કાળજીપુર્વકના સ્તનપાન અંગે માર્ગદર્શન તથા રોગપ્રતિકારક શક્તિ વધે થાય તે માટે દવાઓ પણ આપેલી હતી.
સઘન-શિશુ સારવાર કેન્દ્ર/સ્પેશિયલ ન્યુબોર્ન કેર યુનિટ (S.N.C.U.) ના ઈન્ચાર્જ અને પિડિયાટ્રીકસ ડિપાર્ટમેન્ટના વડા ડૉ. આશાબહેન ચૌધરી કહે છે કે,આંતરરાષ્ટ્રીય ધારાધોરણો પ્રમાણે બાળકનું વજન દોઢ કિલોથી ઓછું હોય તો ‘વેરી લો બર્થ વેઈટ’ ની કેટેગરીમાં સ્થાન પામે છે. બાળક અધુરા માસે જન્મેલ અને વજન પણ ૭૪૦ ગ્રામ હોવાથી અનેક પ્રકારની જટિલતાઓ જેવી કે ફેફસાં અને મગજનો અપૂરતો વિકાસ તેમજ રોગપ્રતિકારક શક્તિ નહિવત હોવાના લીધે બાળકને “સ્પેશિયલ ન્યુબોર્ન કેર યુનિટ (S.N.C.U.)” ખાતે રાખી સારવાર આપવામાં આવી હતી. આ સમગ્ર સારવાર વિનામૂલ્યે આપવામાં આવી હતી.
બાળકીની માતા અનિતાબેન સિકલ સેલની બિમારી હોવાથી માતાની તબિયત નાદુરસ્ત રહેતી હતી આવી વિકટ પરિસ્થતિમાં સુનીતાબહેનના માતાએ બાળકીને લઇને કાંગારૂ મધર કેરમાં બેસતા અને બાળકીને માતાની હુંફની કમી પૂરી કરી હતી. શરૂઆતના દિવસમાં કલાકો સુધી બાળકીને તેની નાનીએ હૂફ આપી હતી. ત્યારબાદ માતાની તબિયત સારી રહેતા માતાએ પણ કાંગારૂ મધર કેરમાં બેસતા હતા.
બાળ રોગ વિભાગના વડા અને પિડિયાટ્રીકસ અને ડો.આશાબહેન ચૌધરીના માર્ગદર્શનમાં તેમની ડોક્ટરની ટીમ અને સ્ટાફનર્સની દેખરેખ અને સારવારના પરિણામે ૨૪ ઓક્ટોબર ૨૦૨૨ના રોજ જન્મેલી બાળકીને ૬ જાન્યુઆરી ૨૦૨૩ના રોજ જન્મના ૭૫માં દિવસે ૧.૩૨૦ કી.લો વજન સાથે રજા આપવામાં આવી હતી. હવે બાળકી સ્વસ્થ્ય થઈ માતાનું સ્તનપાન પણ કરી શકે છે.
નવસારી એમ.જી.જી. જનરલ હોસ્પિટલમાં અનિતાબેનની બાળકીની સફળ સારવાર એ દાકતરી રીતે વધુ એક સફળ કિસ્સો છે કે જયાં અધુરા માસે જન્મેલ અને ઓછા વજન ધરાવતું બાળક ત્વરિત અને યોગ્ય સારવાર થકી વિકટ સંજોગોમાં પણ સ્વસ્થ થઇ શકયું છે.

[wptube id="1252022"]
Back to top button