
વાત્સલ્યમ્ સમાચાર
પ્રિતેશ પટેલ વાંસદા
વાંસદા સરકારી કોલેજમાં રાષ્ટ્રીય સેવા યોજના અંતર્ગત “સ્વચ્છ ભારત અભિયાન’ કાર્યક્રમ
વાંસદા સરકારી વિનયન અને વાણિજય કોલેજમાં રાષ્ટ્રીય સેવા યોજના અંતર્ગત “સ્વચ્છ ભારત અભિયાન’ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં રાષ્ટ્રીય સેવા યોજનાના સ્વયં સેવકો કોલેજના વિદ્યાર્થીઓ અને કોલેજના આચાર્ય ડો. વાય. જે મિસ્ત્રી તથા સમગ્ર સ્ટાફ સફાઈ અભિયાનમાં જોડાયા હતા. વિદ્યાર્થીઓ દ્વારા પોતાના વર્ગ ખંડો તથા સમગ્ર કોલેજ કેમ્પસની સફાઈ કરી બિનજરૂરી ચીજવસ્તુઓ અને પ્લાસ્ટિકનો નિકાલ કરવામાં આવ્યો હતો. કોલેજ કેમ્પસને પ્લાસ્ટિક મુક્ત બનાવી પર્યાવરણની જાળવણી કરી સ્વચ્છતા જાળવવામાં આવે તેવી પહેલ કરવામાં આવી હતી. સમગ્ર કાર્યક્રમનું આયોજન કોલેજના આચાર્ય ડો. વાય. જે. મિસ્ત્રીના માર્ગદર્શન હેઠળ રાષ્ટ્રીય સેવા યોજનાના પ્રોગ્રામ ઓફિસર તથા સ્વચ્છ ભારત અભિયાનના નોડલ ઓફિસર ડો. અનિલ ચૌધરી, ડો. કલ્પનાબેન પટેલ તથા ડો. સુનિતાબેન ગામિત દ્વારા કરવામાં આવ્યું હતું.