NAVSARI

કૃષિ મહાવિદ્યાલય,કૃષિ યુનિવર્સિટી,બર્ડ રિસ્ક્યુ સંસ્થાનાં સયુક્ત ઉપકર્મે પક્ષી બચાવો અભિયાન અંતર્ગત સેમિનાર યોજાયો

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ નવસારી કૃષિ મહાવિદ્યાલય, નવસારી કૃષિ યુનિવર્સિર્ટી, ભરુચ  તેમજ બર્ડ રીસ્ક્યુ ભરુચ સંસ્થા સંયુક્ત ઉપક્રમે તા.૯/૧/૨૦૨૩ ના રોજ એક સેમીનારનું આયોજન કરવામાં આવેલ હતું જેમાં બર્ડ રીસ્ક્યુ ભરુચના નેતૃત્વકર્તા(લીડર્સ) અને સેવાધારી (વોલ્યુન્ટીયર્સ), કૃષિ મહાવિદ્યાલય,  પોલીટેકનીક ઇન એગ્રીકલ્ચર, એન.એ.આર.પી. ફાર્મ તથા વિભાગીય કપાસ સંશોધન કેન્દ્ર, ભરુચના તમામ અધ્યાપકગણ અને કૃષિ સંશોધનકારો હાજર રહ્યા હતા. જેના માટે સદર સેમીનાર આયોજીત કરવામાં આવેલ હતો તેવા કૃષિ મહાવિદ્યાલય અને પોલીટેકનીક ઇન એગ્રીકલ્ચના વિદ્યાર્થી ભાઇઓ તેમજ બહેનો પણ હાજર રહ્યા હતા.કાર્યક્રમની શરૂઆત પ્રભુપ્રાર્થના થકી  કરવામાં આવી. અત્રે ની કોલેજ જીનેટીક્ષ વિભાગના વડા ડો.એસ.આર.પટેલે પક્ષી બચાવોની ઉત્કૃષ્ટ કામગીરી કરી રહેલા ટીમના સર્વે સદસ્યોની સરાહના કરી. ખરેખર, પક્ષી જગત માટે હદયમાં અપાર પ્રેમ, કરુણા, દયા ભાવના અને અસીમ સહાનુભૂતિ હોય તો જ આવા ઉમદા કાર્યો, નિ:શુલ્ક સેવાભાવે કરી શકાય, તેમ જણાવ્યું.    ડો.દિપાબેન હીરેમઠ,કૃષિ અર્થશાસ્ત્ર વિભાગ, મદદનીશ પ્રાધ્યાપકશ્રી એ સ્વાગત પ્રવચન થકી સેમીનારમાં પધારેલા સર્વે, મહાનુંભાવો, મહેમાનશ્રીઓ, સ્ટાફ મિત્રો, વિદ્યાર્થી, વિદ્યાર્થીનીઓનું સ્વાગત કર્યુ.
બર્ડ રીસ્ક્યુયર ભરુચ સંસ્થાના મુખ્ય નેતૃત્વકર્તા, શ્રી આકાશભાઇ પટેલશ્રીએ “પક્ષી બચાવો” અભિયાન અંતર્ગત સુંદર વકતવ્ય પ્રેઝેન્ટેશન દ્વારા આપી, સદર સેમીનારનો ધ્યેય, તેની અગત્યતા અને તેના માટે માનવીય જીવનના આદર્શોની સવિસ્તૃત છણાવટ કરી, તેમજ સર્વે સ્ટાફ મિત્રો અને વિદ્યાર્થી મિત્રોને સદર કામગીરીમાં સ્વૈચ્છિક રીતે જોડાવા માટે સૂચિત કર્યા, જેથી વધુમાં વધુ “બર્ડ રીસ્ક્યુ” ની કામગીરી હાથ ધરી શકાય.
બર્ડ રીસ્ક્યુયર ભરુચના સહ-નેતૃત્વકર્તા, શ્રી મૃગેશભાઇ શાહ પોતે પક્ષી લાવ્યા હતા, અને તે દ્વારા પક્ષીઓને  કેવી રીતે નુકશાનરહિત પકડવા, તેનું સંચાલન કરવું, જતન કરવું તેની જીવંત પ્રક્રિયા રજૂ કરી,તેનું સચોટ પ્રશિક્ષણ આપ્યું.
અત્રે ની કોલેજના જમીન વિજ્ઞાન અને કૃષિ રસાયણ શાસ્ત્રના વડા ડો.નરેન્દ્રભાઇ ગરણીયાશ્રીએ સેમીનારમાં પધારેલ સર્વે નો સસ્નેહ આભાર વ્યક્ત કર્યો.
બર્ડ રીસ્ક્યુયર ભરુચ સંસ્થાના મુખ્ય નેતૃત્વકર્તા, શ્રી આકાશભાઇ પટેલશ્રીએ અત્રેની કોલેજના આચાર્યશ્રી ડૉ દિવ્યેશભાઇ પટેલનો આભાર વ્યક્ત કર્યો કે જેઓશ્રીએ સેમિનારનું આયોજન કરવા માટે પરવાનગી આપીને વ્યવસ્થા પૂરી પાડી અને સાથે સ્ટાફ ગણનો પણ આભાર વ્યક્ત કર્યો.
બર્ડ રીસ્ક્યુયર ટીમના લીડરશ્રી આકાશભાઇ પટેલે અત્રેની કોલેજના આચાર્યશ્રી ડો.દિવ્યેશભાઇ પટેલ નો આભાર વ્યક્ત કર્યો કે જેઓશ્રીએ સેમીનાર નું આયોજન કરવા માટે પરવાનગી આપીને વ્યવસ્થા પુરી પાડી અને સાથે સ્ટાફગણનો પણ આભાર વ્યકત કર્યો.

[wptube id="1252022"]
Back to top button