NAVSARIVANSADA

ઉપસળ ગામે શ્રમજીવીઓ માટે નલ સે જલ યોજના ઝાંઝવાના જળ સમાન છે.

વાત્સલ્યમ્ સમાચાર

પ્રિતેશ પટેલ,વાંસદા

વાંસદાના ઉપસળ ગામેં પાણીનો બોર ફેઈલ થતા પાણીની ખેંચ વર્તાઈ છે.

નલ સે જલ “યોજના અંતર્ગત પૂર્ણ થઈ ગયેલા કામો બાદ પણ ગામડામા યોજના નુ પાણી પહોંચતું નથી પાણી માટે વલખા મારવા મજબૂર લોકો
——–
વાંસદા તાલુકાના ઉપસળ ગામના દુકાન ફળિયાના ઘરો ને પીવાનું પાણી મળી રહે તે હેતુથી ૮ મહિના પહેલા પૂર્ણ કરાયેલ નલ સે જલ “યોજના અંતર્ગત યોજના હેઠળ બોર માંથી લોકોને પાણી મળ્યાને ૧૦ દિવસમાં જ પાણીની સમસ્યા સર્જાઈ બોરમાં-મોટર ફસાઈ જતા મોટર પણ બહાર નહિ નીકળતા બોર નકામો સાબિત થયો છે.
વાંસદા તાલુકાના ઉપસળ ગામે આવેલ દુકાન ફળિયાના ૧૦ ઘરો વચ્ચે નલસે જલ યોજના અંતર્ગત ૮ મહિના પહેલા કરાયેલ કામગીરી બાદ બોર ફેઈલ થઈ ગયો હોવાનું સામે આવ્યું છે તાલુકાની આ વિસ્તારની પ્રજા પાણી લઈને હેમંશા દુવિધામાં જોવા મળે છે. જેથી ખેતી પશુપાલન પર નભતા આ વિસ્તારના લોકોએ ખેતી કરવી તો દૂર રહી જાય છે, પરંતુ દર વર્ષે ઉનાળામાં પાણી માટે ભારે હાલાકીઓને સામનો કરવો પડતો હોય છે. ત્યારે આ ભ્રષ્ટાચાર યુક્ત કામો કરી કોન્ટ્રાક્ટરો રફુચક્કર થઈ જાય છે ત્યારે આ બાબતે પાણીની સમસ્યા સ્પષ્ટ દેખાઈ રહી યોજના ના કોઈ પણ એન્જિનિયર કામગીરીનું અધિકારીઓ જાત નિરીક્ષણ કરવા સ્થળ પર ફરકતા નહિ હોવાથી અધિકારી ઓ અને કોન્ટ્રાક્ટરની મીલીભગત થી સરકાર નાં નાણાં નો દુર ઉપયોગ કરી નાણાં ચાઉં થતા હોય છે
ત્યારે રહેણાક ઘરોને પીવાના પાણીની જરૃરિયાત રહે છે પીવાના પાણીની યોજના તો બનાવામાં આવી પરંતુ તે સફળ નહિ થઈ નળમાં પાણી આવ્યા ને ૧૦ દિવસમાં બોર ફેઈલ થતા પાણીની ખેંચ વર્તાઈ રહી છે. જેથી પાણીનો કકળાટ શરૃ થયો છે.
પાણીને લઈને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે આગામી દિવસોમાં ગ્રામજનો ને પાણીની ગંભીર કટોકટી સર્જાય તે પહેલા લોકો સત્વરે પાણીની માંગણીને ધ્યાને લેવા તંત્ર ને રજૂઆત કરી રહ્યા છે

કામગીરીમાં ભ્રષ્ટાચાર કર્યો સ્થાનિકનો આક્ષેપ

કાગળ પર પૈસા ખર્ચાઈ ગયા. હાડમારી યથાવત

ઉપસળ ગમાના નાગરિક જણાવેલ કે વાસ્મો લાખો ની માતબર રકમ હર ઘર નલ યોજના માટે ફાળવેલ હોય છે . જેમાં બોરમાં મોટર ફસાઈ છે. જે ઉપસળ ગામમાં આવે વધારે સમસ્યા છે એમ લાગી રહ્યું છે કે કાગળ ઉપર પેસા ખર્ચાઈ ગયા છે. ગમા લોકોની હાડમારી યથાવત

[wptube id="1252022"]
Back to top button