NAVSARIVANSADA

વલ્લભ આશ્રમશાળા કુરેલીયામાં ઉજવાયો વન ભોજન

વાત્સલ્યમ્ સમાચાર

પ્રિતેશ પટેલ- વાંસદા

આશ્રમશાળા કુરેલીયાના બાળકોને આજે વન ભોજન મહોત્સવ નિમિત્તે જાનકીવન ખડકાળા લાવવામાં આવ્યા હતા જ્યાં બાળકોને પ્રાકૃતિક સૌંદર્ય વચ્ચે કલા અને વિજ્ઞાન નો સમન્વય ના દર્શન કરી બાળકો ખૂબ જ આનંદિત થયા હતા સવારે 9:00 વાગે જાનકીવન મુકામે આવી જાનકીવનના વિવિધ સૌંદર્યને માણી કાવેરા નદીને કિનારે બાળકો માટે સમૂહ ભોજન નું આયોજન કર્યું હતું જ્યાં રમતના સાધનો સાથે રમી અને ભોજનનો લુપ્ત ઉઠાવ્યો હતો આ પ્રસંગે જુદી જુદી આશ્રમશાળા ના આચાર્યો ગામ અગ્રણી સરપંચશ્રીઓ એસએમસી સભ્યો અને સ્ટાફના શિક્ષકો હાજર રહ્યા હતા આચાર્ય શ્રી જગદીશભાઈ પટેલે સર્વેનો આભાર માની તેમની સાથે ભોજન લીધું હતું અંદાજે પાંચ વાગ્યાના સમય ફરી બાળકો સાથે આશ્રમશાળા પહોંચ્યા બાળકો માટે ખૂબ જ યાદગાર અને આનંદદાયક દિવસ રહ્યો.

[wptube id="1252022"]
Back to top button